સિલિન્ડરમાંથી ગેસ કાઢતાં 2 પકડાયા

વિષ્ણુ ફ્યુઅલ્સ એજન્સીનો ટેમ્પો ચાલક-હેલ્પર ગેસ કાઢતા હતા ખાલી અને ભરેલા ગેસ સિલિન્ડર, 2 ટેમ્પો સહિત રૂા. 7.35...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
સિલિન્ડરમાંથી ગેસ કાઢતાં 2 પકડાયા
વાસણા રોડની વિષ્ણુ ફ્યુઅલ્સ એજન્સીના ટેમ્પો ચાલક અને હેલ્પર તાંદલજા અલમદીના રેસિડન્સી પાસે ગ્રાહકોને આપવાના ભારત ગેસના રાંધણગેસના સિલિન્ડરમાંથી 1 થી 4 કિલો ગેસ અન્ય સિલિન્ડરમાં ટ્રાન્સફર કરતા ઝડપાઇ ગયા હતા. જેપી રોડ પોલીસે ભરેલા 35 તેમજ એક ખાલી સિલિન્ડર,2 ટેમ્પો,ગેસ ટ્રાન્સફર કરવાની સ્ટીલની પાઇપ,પ્લાસ્ટિકનાં 9 સીલ, ભારત ગેસનાં 32 બિલ સહિત રૂા.7.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ છેતરપિંડી અને આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

તાંદલજા અલમદીના રેસિડન્સી સોસાયટી પાસે ઘરેલુ વપરાશ માટેના ભારત ગેસના એલપીજી સિલિન્ડરોમાંથી ગેસ કાઢી રહ્યા હોવાની બાતમી મળતાં જેપી રોડ પોલીસે બુધવારે બપોરે દરોડો પાડ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચતાં ટેમ્પો ડ્રાઇવર અને હેલ્પર રિયાઝ હફીસુદ્દીન શેખ ( રહે. અમીના નગર, તાંદલજા) અને સાહીલ આરીફ કુરેશી ( રહે.એકતાનગર,આજવા રોડ) બોલેરો પીકઅપમાં રાખેલા એલપીજી ગેસના ભરેલા સિલિન્ડરોનાં સીલ ખોલી પાઇપ વડે ખાલી સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા.

પોલીસે સ્થળ પરથી બંનેની ધરપકડ કરી 14.2 કિલોવાળા ઘરેલુ વપરાશના ભરેલા સિલિન્ડરો 35 તેમજ એક ખાલી સિસિન્ડર કબજે કર્યા હતા. બંનેની પૂછતાછ કરતાં સ્ટીલની પાઇપ વડે ભરેલા સિલિન્ડરોમાંથી 1 થી 4 કિલો જેટલો ગેસ અન્ય સિલિન્ડરમાં રિફિલિંગ કરી તેને બ્લેકમાં વેચી નાણાં સરખા ભાગે વહેંચી લેતા હોવાની કેફિયત કરી હતી. ઘટવાળા ગેસના સિલિન્ડરોને હેંગિંગ બેલેન્સ ઉપર યુક્તિપૂર્વક વજન કરી ગ્રાહકોને પૂરા વજનનો સિલિન્ડર હોવાનો વિશ્વાસ અપાવતા હતા. આ નેટવર્ક લાંબા સમયથી ચલાવતા હોવાનું પોલીસનું અનુમાન છે. આ દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.

7 મોબાઇલ ફોન અને 5 વાહનો 2 લાખનો મુદ્દામાલ કબજે

ઉંડેરાના ફલેટ અને ચોખંડીમાં જુગાર રમતા 12 શખ્સ પકડાયા

પોલીસના દરોડાને પગલે જુગારિયાઓમાં નાસભાગ

ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

શહેર નજીક ઉંડેરા ગામમાં બરસાના ફ્લેટમાં જુગાર રમી રહેલા 6 શખ્સને પોલીસે ઝડપી લઇ 5 વાહનો અને રોકડ તથા મોબાઇલ મળીને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે ચોખંડી મહાકાળી મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા 6ને ઝડપી પોલીસે મોબાઇલ અને રોકડ મળી 46 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જવાહરનગર પોલીસે ઉંડેરાના બરસાના ફ્લેટમાં દરોડો પાડી નિમેશ ગોરધન પટેલ, હસમુખ જયન્તીભાઇ મકવાણા, યોગેશસિંહ રસિકસિંહ ગોહિલ, ચિરાગ સુરેશ સપકળે, નિલેશ હર્ષદ રાઠવા અને સંતોષ લાલબહાદુર ધોબીને જુગાર રમતા ઝડપી લઇ 11160 રોકડ, 7 મોબાઇલ અને 5 વાહનો મળી 200160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે પીસીબી પોલીસે ચોખંડી મહાકાળી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા વિકેશ લાલજી સોલંકી, નિકુલ અશોક સોલંકી, ચિરાગ પ્રવીણ સોલંકી, મેહુ ભરત સોલંકી, ચન્દ્રકાંત જયંતી સોલંકી અને વિક્કી નરેન્દ્ર સોલંકીને ઝડપી લઇ 26260 રોકડા તથા 4 મોબાઇલ મળીને 46760 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

X
સિલિન્ડરમાંથી ગેસ કાઢતાં 2 પકડાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App