સુપ્રીમકોર્ટે ‘એક રાજ્ય, એક વોટ’ની ભલામણ ફગાવી દીધી

કેટલાક ફેરફાર સાથે બીસીસીઆઈનું નવું બંધારણ મંજૂર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
સુપ્રીમકોર્ટે ‘એક રાજ્ય, એક વોટ’ની ભલામણ ફગાવી દીધી
જસ્ટિસ મુકુલ મુદગલ સમિતિના રિપોર્ટે બીસીસીઆઈમાં માળખાગત પરિવર્તનોની ભલામણ કરી હતી. તેના માટે 2015માં લોઢા સમિતિની રચના કરાઈ હતી. મુદગલ સમિતિ વર્ષ 2013માં આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીની તપાસ કરતી હતી. એ સમયે આઇપીએલમાં બે ટીમ પર પ્રતિબંધ લગાવાયો હતો.

સુપ્રીમ કોર્ટે 18 જુલાઈ, 2016ના રોજ લોઢા સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો હતો. કોર્ટે બોર્ડ અને રાજ્યો સંઘોમાં ભલામણો લાગુ કરવા માટે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ની રચના કરી હતી. સીઓએનું કામ આ ભલામણો લાગુ થાય ત્યાં સુધી ભારતીય બોર્ડનું સંચાલન કરવાનો હતો.

કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના પૂર્વ અધ્યક્ષ વિનોદ રાયની અધ્યક્ષતાવાળી સીઓએને હવે આ ભલામણો લાગુ કરવાની જવાબદારી પણ સોંપાઈ છે.

મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે બીસીસીઆઈ તમિલનાડુ સોસાયટીના રજિસ્ટ્રાર જનરલને ચાર સપ્તાહના અંદર નવા સુધારેલા બીસીસીઆઈ બંધારણ મુસદ્દાને રજિસ્ટર કરવા માટે આદેશ આપ્યો છે. બેન્ચે રેલવે, સેના અને યુનિવર્સિટીના કાયમી સભ્યપદને મતદાનના આધિકાર સાથે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જેને લોઢા સમિતિએ રદ્દ કરવાની ભલામણ કરી હતી.

9 વર્ષ પદ પર રહેનારા ગેરલાયક : જે અધિકારી બીસીસીઆઈમાં કુલ 9 વર્ષ સુધી પદ પર રહી ચૂક્યા છે, તેઓ હવે બોર્ડમાં કોઈ પદ સંભાળી શકશે નહીં. આ જ રીતે રાજ્ય એસોસિએશનમાં પણ 9 વર્ષ પદ પર રહેનારા એ રાજ્ય એસોસિએશનમાં પદ સંભાળી શકશે નહીં. જોકે, રાજ્યમાં 9 વર્ષ પદ પર રહેરનારા બીસીસીઆઈ માટે ગેરલાયક નહીં કહેવાય.

30 દિવસના અંદર રાજ્ય સંઘ બોર્ડનું નવું બંધારણ લાગુ કરે

કોર્ટે સાથે જ ક્રિકેટ સંઘોને આદેશ આપ્યો છે કે તેઓ 30 દિવસના અંદર બીસીસીઆઈના બંધારણને લાગુ કરે. સીઓએને આ પ્રક્રિયા પર નજર રાખવાનો આદેશ અપાયો છે. રાજ્ય સંઘોને નિયમ ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં સજા માટે ચેતવણી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, પાંચ જુલાઈના પોતાના ચૂકાદામાં સુપ્રીમે હવે પછીના આદેશ સુધી ચૂંટણી કરાવા પર પ્રતિબંધ મુક્યો હતો.

તમિલનાડુ ક્રિકેટ સંઘે કૂલિંગ પિરિયડનો વિરોધ કર્યો હતો

છેલ્લી સુનાવણીમાં તમિલનાડુ ક્રિકેટ સંઘે (ટીએનસીએ) બીસીસીઆઈ અને રાજ્ય સંઘના પદાધિકારીઓ માટે કૂલિંગ ઓફ પીરિયડનો વિરોધ કર્યો હતો. ટીએનસીએએ તેની સાથે જ પદાધિકારીઓ માટે 70 વર્ષની વય સુધી પદ પર રહેવાની ભલામણનો પણ વિરોધ કર્યો હતો. સુપ્રીમે 70 વર્ષની વયના નિયમને યથાવત રાખ્યો છે.

X
સુપ્રીમકોર્ટે ‘એક રાજ્ય, એક વોટ’ની ભલામણ ફગાવી દીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App