જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રેસ્ટોરાંમાં લઇ જઇ ધમાલ કરાવી

રોટ્રેક્ટ ક્લબના સભ્યોએ ફ્રેન્ડશિપ ડે ઉજવ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રેસ્ટોરાંમાં લઇ જઇ ધમાલ કરાવી
બાળકોને ઓફશોર લોન્જ હોટેલની મુલાકાત કરાવવામાં આવી.

સિટી રિપોર્ટર | વડોદરા

રોટ્રેક્ટ ક્લબ વડોદરા દ્વારા ફ્રેન્ડશિપ ડેની અનોખી ઉજવણી જરૂરિયાતમંદ બાળકો સાથે કરવામાં આવી હતી. ફ્રેન્ડશિપ ડેના દિવસે તમામ બાળકોને ઓફશોર લોન્જ હોટેલ ખાતે લઇ જવામાં આ‌વ્યા હતા. જ્યાં બાળકોને અવનવી રમતો રમાડવામાં આવી હતી અને બાળકોએ ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી અંતર્ગત બાળકોને શૈક્ષણિક કીટ પણ ભેટ આપવામાં આવી હતી. રોટ્રેક્ટ ક્લબના પ્રોજેક્ટ ચેર સલોની બોકડિયાએ જણાવ્યું હતુ કે, ક્લબ દ્વારા હંમેશા લોકોના ચહેરા પણ સ્માઇલ લાવવાનું કાર્ય કરવામાં આ‌વે છે. ત્યારે ફ્રેન્ડશિપ ડેના દિવસે કેટલાક નિર્દોષ ચહેરાઓ પર સ્મિત લાવવાનું કાર્ય ગ્રૂપના સભ્યો દ્વારા કરવામાં આ‌વ્યું હતું. ફ્રેન્ડશિપ ડેના દિવસે અમે કેટલાંક નવા મિત્રો બનાવ્યા હતા. 15 જરૂરિયાતમંદ બાળકોમાંથી કેટલાંક બાળકો અનાથ, ફુટપાથ પર રહેતા અને મહાવીર ઇન્ટરનેશનલ કેન્દ્રમાં રહે છે. ઉજવણીની સાથે બાળકોને શિક્ષણનું મહત્વ પણ સમજવામાં આવ્યું હતું અને કહ્યું હતુ કે શિક્ષણ દ્વારા જ જીવનમાં બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે. દરવર્ષે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી આવી જ રીતે કરવામાં આવશે.

Social Cause

X
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રેસ્ટોરાંમાં લઇ જઇ ધમાલ કરાવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App