સ્ટુડન્ટ્સને દર મહિને 1000ની રકમ સ્કોલરશિપ રૂપે અપાશે

સાયન્સ ઈનોવેટર ફેલોશિપની જાહેરાત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
સ્ટુડન્ટ્સને દર મહિને 1000ની 
 રકમ સ્કોલરશિપ રૂપે અપાશે
વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, મનોરમા શેઠ ફંડ અને સુરેશભાઈ ડી ભટ્ટ ટ્રસ્ટના સહયોગથી યંગ સાયન્સ ઈનોવેટર ફેલોશિપની જાહેરાત કરવામાં આવી છે. ફેલોશિપ માટે ધોરણ 8ના સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની એક્ઝામ દ્વારા પસંદગી કરવામાં આવશે. પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓને દર મહીને રૂ. 1,000 સ્કોલરશિપ આપવામાં આવશે. જેની માટે www.vascsc.org પર લોગીન કરીને અેપ્લાય કરવાનું રહેશે.

વિદ્યાર્થીનાં રિસર્ચ સાયન્સ સેન્ટરમાં રખાશે

એનઆઈડીના પાસઆઉટ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ તૈયાર કરશે. ટેસ્ટમાં સાયન્સ અને લોજિકલ રિઝનિંગ, ઈન્ટેલિજેન્ટ ટેસ્ટને લઈને સવાલો પૂછવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 10 સુધી દર મહિને રૂપિયા 1000ની ફેલોશિપ મળતી રહેશે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવનારા સર્વે, રિસર્ચને સાયન્સ સેન્ટરમાં સબમિટ કરાશે.  રાઘવ પંડ્યા, સાયન્ટિસ્ટ, VASCSC

X
સ્ટુડન્ટ્સને દર મહિને 1000ની 
 રકમ સ્કોલરશિપ રૂપે અપાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App