નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન સ્પર્ધામાં ઈનામ જીતવાની તક

ધોરણ 12 સુધીના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન સ્પર્ધામાં ઈનામ જીતવાની તક
વડોદરા | ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન વડોદરા સહિત દેશભરની સ્કૂલોના સ્ટુડન્ટસને ટેકનોલોજી અને ક્રિઅેટીવ વિચારોને અભિવ્યક્ત કરવા એક કોમ્પિટિશન કરશે. કોમ્પિટિશનમાં ધોરણ 12 સુધીના સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકશે, સ્ટુડન્ટ્સે પોતાના આઈડિયા 31 ઓગસ્ટ પહેલા નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના ઈમેલ આઈડી ignite@nifindia.org પર ઈમેલ કરવાના રહેશે. એક સ્ટુડન્ટ એકથી વધુ આઈડિયા પણ શેર કરી શકશે. આઈડિયા આવ્યા બાદ 15 ઓક્ટોબરે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. વિજેતા વિદ્યાર્થીઓને ડૉ.અેપીજે અબ્દુલ કલામ ઈગ્નાઈટ અેવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવશે. આ કોમ્પિટીશનનો હેતુ સ્ટુડન્ટસની અંદર ઈનોવેશન અને ક્રિઅેટિવિટીની ભાવનાનો વિકાસ કરવાનો છે.

Edu. Update

X
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન સ્પર્ધામાં ઈનામ જીતવાની તક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App