Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » MRIDની નવી બિલ્ડિંગની ડિઝાઇન સ્પર્ધામાં જીતેલી ડિઝાઇન પ્રમાણે બનશે

MRIDની નવી બિલ્ડિંગની ડિઝાઇન સ્પર્ધામાં જીતેલી ડિઝાઇન પ્રમાણે બનશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:40 AM

વર્ષ 2014માં આર્કિટેક્ચર બિલ્ડિંગ ડીઝાઇનની સ્પર્ધા કરવામાં આવી હતી

  • MRIDની નવી બિલ્ડિંગની ડિઝાઇન સ્પર્ધામાં જીતેલી ડિઝાઇન પ્રમાણે બનશે
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મ. સ. યુનિ.ના ચાન્સેલર રાજમાતા શુંભાગિની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસના હસ્તે ભૂમિપૂજન કરવામાં આ‌વ્યું હતું

    સિટી રિપોર્ટર | વડોદરા

    એમ. એસ. યુનિ.ના ગુલાબબાગ ખાતે મહારાજા રણજિતસિંહ ગાયકવાડ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન (એમઆરઆઇડી)ના નવા બિલ્ડિંગનું ગુરુવારે સવારે ભૂમિપૂજન યુનિ.ના ચાન્સેલર રાજમાતા શુંભાગિની રાજે ગાયકવાડ અને વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસના હસ્તે ભૂમિપૂજન કરવામાં આ‌વ્યું હતુ. આ પ્રસંગે સેનેટ મેમ્બર, ફેકલ્ટીના ડીન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 3.5 કરોડના ખર્ચે એમઆરઆઇડીનું નવું બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. પ્રોફેસર શત્રુઘ્ન ઠાકરના જણાવ્યા અનુસાર ગુલાબબાગ હેરિટેજ બિલ્ડિંગ છે જેને તોડવામાં આવશે નહિ, તેની આજુબાજૂ નવા બિલ્ડિંગનુ નિર્માણ કરવામાં આવશે. વર્ષ 2014માં આર્કિટેક્ચર બિલ્ડિંગ ડીઝાઇનની સ્પર્ધા કરવામાં આવી હતી જેમાંથી એમઆરઆઇડીના નવા આર્કિટેક્ચર બિલ્ડિંગની ડીઝાઇન ફાઇનલ કરવામાં આવી હતી. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસે જેટલું ટેલેન્ટ છે તેટલું ટેલેન્ટ એમઆરઆઇડીના વિદ્યાર્થીઓ પાસે પણ છે આથી જ્યારે પણ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનું એક્ઝિબિશન યોજાય ત્યારે અમને એવું થતું કે અમારા વિદ્યાર્થીઓનું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી શકીએ તેટલી જગ્યા અમારા પાસે નથી.

    Design Institute

    કમ્યુનિકેશન ગેપ ઘટશે, વર્ક સારું થશે

    એમઆરઆઇડીના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હાલમાં એમઆરઆઇડી બે ભાગમાં વહેંચાયેલું છે. ગુલાબ બાગ અને યુનિ. હેડ ઓફિસના પાછળના ભાગમાં આવેલા વ્હાઇટ હાઉસ પ્રિમાઇસમાં એમઆરઆઇડીનું શૈક્ષણિક કાર્ય થાય છે. જેના કારણે બંને પ્રિમાઇસ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ વધારે છે. વર્કશોપ અને ડીસ્પ્લેમાં બંને પ્રીમાઇસના વિદ્યાર્થીઓ જઇ શકતા નથી પરંતુ એક બિલ્ડિંગથી કમ્યુનિકેશન ગેપ ઘટી જશે.

  • MRIDની નવી બિલ્ડિંગની ડિઝાઇન સ્પર્ધામાં જીતેલી ડિઝાઇન પ્રમાણે બનશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending