તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ મદદ કરી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ મદદ કરી હતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુવૈતમાં ત્રણ મહિનાથી ફસાયેલા 27 યુવાનો એમ્બેસીની મદદથી પરત ફર્યા

વડોદરાનીકંપની દ્વારા કુવૈતમાં જોબ કરવા ગયેલા 27 યુવાનોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ના મળતાં તેઓ વિદેશની ધરતી પર અટવાઇ ગયા હતા. આખરે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ભારતીય એમ્બેસીની મદદ લઇને તે વતનમાં પરત ફર્યા હતા. ત્રણ મહિનાથી પગારથી વંચિત રહેલા યુવાનોએ વડોદરા આવી પોલીસનો સંપર્ક કર્યો હતો. માંજલપુર પોલીસે યુવાનોની ફરિયાદના આધારે કંપની સંચાલકોને બોલાવી તપાસ શરુ કરી હતી.

પરત ફરેલા સુબોધ પ્રમોદકુમાર શર્માએ પોલીસને જણાવ્યું હતું કે ન્યુટન એન્જીનીયરીંગ એન્ડ કેમિકલ લિમીટેડ નામની કંપની દ્વારા તેમનેકુવૈત મોકલવામાં આવ્યા હતા. કુવૈતમાં પહેલો પગાર પણ મળી ગયો હતો. જો કે ત્યારબાદ ડિસેમ્બરથી ફેબ્રુઆરીના ત્રણ મહિના સુધી પગાર ચુકવાયો હતો. ઘેર આવવા પૈસા ના હોવાથી તેમણે વતનમાં પરત ફરવા અને પાસપોર્ટ મેળવવા વિદેશ પ્રધાન અને ભારતીય એમ્બેસીની મદદ માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો