તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૈનોને લઘુમતીનો લાભ માહિતી આપવા માટે પરિસંવાદ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનોને લઘુમતીનો લાભ -માહિતી આપવા માટે પરિસંવાદ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીસમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા શહેરના ચારે ફિરકાઓના લઘુમતીઓના માર્ગદર્શન માટે તથા લઘુમતીના લાભો માટે આજે પરિસંવાદનું આયોજન ગાંધી નગર ગૃહ ખાતે કરાયું હતું.

લઘુમતીના લાભો માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ કે.જી.વણઝારા, ગુજરાત અલ્પ સંખ્યક વિકાસ નિગમના ભાવિન પટેલની ઉપસ્થિતમાં પરિસંવાદ યોજાયો હતો. જેમાં લઘુમતીના લાભોની સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરિસંવાદમાં હાજર રહેનાર જૈન સમુદાયને રાજ્ય સરકાર તરફથી ઓડિયો-વીડિયો વિઝ્યુઅલ દ્વારા લઘુમતીના લાભો અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

પરિસંવાદ બાદ પ્રશ્નોત્તરીના કાર્યક્રમ દ્વારા જૈન સમુદાયને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન રાજ્ય સરકારના સચિવ અને નિગમના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવામાં પડતી મુશ્કેલી વિશે માહિતી આપી હતી. સ્થાનકવાસી અને દિગંબર જૈન સંઘ, તેરાપંથી જૈન સંઘ, પાંજરાપોળ, મહાસંઘના અગ્રણી પ્રતિનિધિઓએ હાજર ચર્ચા-વિચારણા કરી હતી.

સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા સયાજી નગરગૃહ ખાતે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો