તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તબીબી તપાસમાં 50% પોલીસ કર્મીઓમાં કેન્સરના લક્ષણો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબી તપાસમાં 50% પોલીસ કર્મીઓમાં કેન્સરના લક્ષણો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનજીક આવેલ છાણી પોલીસ હેડ કવાર્ટર ખાતે શહેરના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારનાં સભ્યોનું તબીબી પરીક્ષણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોંકાવનારાં તારણો સપાટી પર આવ્યાં હતાં.તબીબી પરીક્ષણ માટે આવેલા પોલીસ કર્મીઓ પૈકી પચાસ ટકા કર્મીઓમાં કેન્સરનાં લક્ષણો જણાયાં હતાં .

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ તંત્ર દ્વારા છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રવિવારે પોલીસ પરિવારના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. પોલીસ પરિવારના 1700 થી વધુ લોકોને મેડિકલ હેલ્થ કાર્ડ અપાયાં હતાં.તબીબી પરીક્ષણમાં 50 ટકા પોલીસ કર્મીઓને કેન્સરનાં લક્ષણો જણાતાં તેમને ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સારવાર અને માર્ગદર્શન માટે રિફર કરવામાં આવ્યા હતા.જ્યારે 200 જેટલા કર્મીઓમાં હૃદયરોગનાં લક્ષણો જણાયાં હતાં.તેમજ કેટલાકમાં હાઇપરટેન્શનનાં લક્ષણો જણાઈ આવ્યાં હતાં.બીડી અને તમાકુના સેવનના કારણે તેમને તકલીફ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.

ડીએસપી સૌરભ તોલંબિયાએ છાણી સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં નાયબ પોલીસ અધિક્ષક, પીઆઇ , પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલના પરિવારનાં કુલ 1700 થી વધુ લોકોનાં જુદાં-જુદાં મેડિકલ પરીક્ષણ તેમજ નિદાન કરી મેડિકલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં હતાં. કેમ્પમાં બરોડા મેડિકલ કોલેજના ડીન ડો. એ.ટી. લેઉઆ, ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડો. મીનુ પટેલ, મુનિસેવા આશ્રમ ગોરજના સિનિયર જનરલ સર્જન ડો. રાજેશ રામાનુજ સહિત કુલ 48 તજ્જ્ઞ તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો.

પોલીસ કર્મચારીઓ અને પરિવારનાં સભ્યોનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું

બીડી - તમાકુથી તકલીફ થઈ હોવાનું અનુમાન

છાણી પોલી હેડ ક્વાર્ટરમાં કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો