તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાલીઓ ફી વધારાનો વિરોધ કરો : ધારાસભ્ય યોગેશ પટેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલીઓ ફી વધારાનો વિરોધ કરો : ધારાસભ્ય યોગેશ પટેલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબેવિદ્યાલયના સંચાલકોએ ફી વધારો પાછો ખેંચવાની જાહેરાત કરવાના પગલે વાલીઓનો વિજય થયો છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શાળા સંચાલકોના મંડળનું સંચાલન કરી સરકાર સમક્ષ ફી વધારા અંગે મોરચો માંડનાર એક શાળા સંચાલક સૂર્યકાન્ત શાહે આખરે વાલીઓની સંગઠન શક્તિ સામે નમતું જોખી ફી વધારો પાછો ખેંચવાની જાહેરાત કરતાં વાલીઓને અભિનંદન પાઠવી અન્ય શાળાઓના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ શાળા રીતે અન્યાયી ફી વધારો કરે તો એક થઇને લડત આપો,સરકાર તમારી સાથે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંબે વિદ્યાલયના સંચાલકોની એકતરફી ફી વધારાની જાહેરાતને વાલીઓ અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓની લડતની જ્વલંત જીત છે. શૈક્ષણિક માફિયાઓના ગોરખધંધા રોકવા જરૂરી છે. રાજ્ય સરકાર ફીનું ધોરણ નિયત કરવા બિલ લાવવાની વિચારણા કરી રહી છે ત્યારે શાળા સંચાલકોએ પણ હવે શાનમાં સમજવાની જરૂર છે. હવે વાલીઓની લૂંટ ચલાવી લેવાશે નહિ. અંબે વિદ્યાલયના વાલીઓની લડત એળે નહિ જાય.

શાળા સંચાલકોએ પણ હવે શાનમાં સમજવાની જરૂર

અન્ય શાળાઓના તમામ વાલીઓને પણ અપીલ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો