• Gujarati News
  • National
  • દસ્તાવેજ કરી આપવો પડશે નહિ તો ખોટા ગુનામાં ફિટ કરી દઇશ

દસ્તાવેજ કરી આપવો પડશે નહિ તો ખોટા ગુનામાં ફિટ કરી દઇશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેકહીએ તે તારીખે અને નક્કી કરીએ તે પેઢીને રૂા. 35 કરોડમાં તમારે જમીન વેચાણ દસ્તાવેજ કરી આપવી પડશે નહિતર તમારા વિરૂદ્ધમાં ખોટો ગુનો દાખલ કરી ફીટ કરી દઇશ. તેવી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ રાહુલ પટેલે વેપારીને કોઠી કચેરીમાં બોલાવી ધાકધમકી આપી હતી.

ખેડૂત અને વેપારી રતિલાલ પટેલે ગત 19 જૂન 2012ના રોજ આખી જમીન જે.એન.કોર્પોરેશન નામની ભાગીદારી પેઢીને વેચાણ બાનાખત કરી આપ્યું હતું. જોકે, કંપની સમયસર નાણા નહિ ચૂકવી શકતા તેમની ઓળખાણવાળી કંપની બ્રહ્માણી બિલ્ડકોમ સાથે જમીનનો સોદો કરવાનું કહેતા 14 મે 2015ના રોજ અગાઉનો બાનાખત રદ કરી રૂા. 53 કરોડમાં સોદો થયો હતો.

બ્રહ્માણી બિલ્ડ કોમે સમયાંતરે ~9 કરોડ આપ્યા હતાં તેમજ ડિસેમ્બર સુધીમાં બીજા ~9 તેમજ ~18 કરોડના ચેક આપ્યા બાદ ખાતુ બેંકમાંથી બંધ કરાવી દીધું હતું અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં જમીન માલિકો વિરૂદ્ધ અરજી આપી હતી. અરજી સંદર્ભે પીઆઇએ ગત 2 જાન્યુઆરીના રોજ તેમને ડીસીબી પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતાં. પીઆઇએ તમારી વિરૂદ્ધમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધુ છુ અને તમારા સંબંધીઓને પણ બોલાવી લો. બ્રહ્માણી બિલ્ડકોમના ~9 કરોડ પરત આપી દો અથવા તેટલી રકમની જગ્યાનો દસ્તાવેજ કરી આપો તેવી ધાકધમકી આપી તેમને 3 કલાક બ્રાન્ચમાં બેસાડી રાખ્યા હતાં. 4 જાન્યુ.એ બ્રમાણી બિલ્ડકોમના પાર્ટનર સુનિલભાઇ, ગુણવંતભાઇ, સુરેશ પાનસુરિયા, ભદ્રેશ દેસાઇની હાજરીમાં કોઠી કચેરીમાં બોલાવી પીઆઇ રાહુલ પટેલે ધમકી આપી હતી. 15 જાન્યુઆરીએ નટુભાઇ સર્કલ સ્થિત વકીલ શૈલેષ પટેલની ઓફિસમાં તેમને બોલાવી પીઆઇએ સુરેશ પાનસુરિયાને ~9 કરોડ અપાવી બાનાખત રદ કરાવ્યું હતુ અને જમીન ~35 કરોડમાં મેસર્સ ખેતલ રીયાલીટી પેઢીને વેચાણ દસ્તાવેજ કરાવી ~18 કરોડ આપ્યા હતા જ્યારે બાકીના ~17 કરોડ નહિ આપતા આખરે વેપારીએ હાઇકોર્ટમાં રીટ કરી હતી.

જમીનના સોદાની રકમ નહીં મળતાં વેપારીએ રિટ કરી હતી

ડીસીબી પીઆઇ રાહુલ પટેલે ખેડૂતને ધમકી આપી હતી

અન્ય સમાચારો પણ છે...