સિટી રિપોર્ટર. વડોદરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર. વડોદરા

શહેરમાંકેરોસિનના વેપારી પાસેથી તોડ કરતી પત્રકારોની ગેંગ પોલીસે ઝડપી પાડી છે. એક, બે નહીં પણ શખ્સોએ પત્રકાર હોવાનું જણાવી કેરોસિનના એક વેપારી પાસેથી 50 હજારની ખંડણી માંગી હતી. અને વેપારી પાસેથી 17 હજાર રૂપિયા વસુલ્યા બાદ બાકીની રકમનો વાયદો લીધો હતો. વેપારીની ફરિયાદના આધારે પોલીસે 6 આરોપીઓની અટકાયત કરી છે.

મકરપુરા વિસ્તારમાં કેરોસીનના વેપારી પાસેથી નાણાનો તોડ કરવા આવેલી સાપ્તાહિકોના પત્રકારોની ગેંગ પોલીસના હાથ ઝડપાઇ ગઇ છે. ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કેરોસીનના ટેન્કરને 6 શખ્સોએ રોકી હતી. ટેન્કર ગેરકાયદેસર હોવાનું જણાવી તેનું શુટિંગ કરી તે શખ્સોએ ફોટા પાડ્યા બાદ પત્રકાર હોવાનું જાણવીને કેરોસીનના વેપારી પાસેથી 50 હજારની માંગ કરી હતી. વેપારીઓએ બિલ અને ડોક્યુમેન્ટ રજુ કરવા છતાં તોડબાજો માન્યા ના હતા અને સ્થળ પર 17 હજાર રૂપિયા વેપારી પાસેથી લઇ લીધા હતા અને બાકીના નાણાં પછીથી આપવાનો વાયદો લીધો હતો. જોકે, વેપારીએ પોલીસમાં નામજોગ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરીને તમામ 6 પત્રકારોની અટકાયત કરી છે. જેમાં વિશાલ કહાર, આશિષ કહાર, વિશ્વાસ વાનખેડે, રાકેશ કહાર, વિકાસ શર્મા, રોકી ગોડીયાનો સમાવેશ થાય છે.

વડોદરામાંથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક પૈકી લાસ્ટ વીક, લોક મૈત્રી અને સનસની ખેજના પત્રકારો હોવાનું જાણવા મળ્યું છે, જો કે આમાંથી એક પણ શખ્સ પાસે કોઈ પણ કાર્ડ હોવાને પગલે વેપારીઓએ ફરિયાદ દાખલ કરી છે. 17 હજાર રૂપિયા લીધા બાદ પણ રકઝક કરી રહેલા પત્રકારો ઉપર વેપારીના આઠ માણસોએ હુમલો કર્યો હતો અને પત્રકારો ને નાની મોટી ઇજાઓ પણ થઈ હતી. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. પોલીસે 6 શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. તો સામે પક્ષે પત્રકારો પરના હુમલાની ફરિયાદ ના આધારે કેરોસીનના વેપારી ના 8 માણસોની પોલીસે અટકાયત કરીને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે.

વડોદરા એફ ડિવિઝન એસીપી યશવંત જગણિયાએ જણાવ્યું હતું કે, બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે, જેથી બંનેની ફરિયાદને આધારે અમે તપાસ હાથ ધરી છે. તપાસ બાદ સાચી હકીકત સામે આવશે.

શહેરમાં કેરોસિનના વેપારી પાસે ખંડણી માગી હતી

અન્ય સમાચારો પણ છે...