Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » NAની 230 ફાઇલ જ પેન્ડિંગ : અધિકારી 450થી વધુ ફાઇલો પડી છે : યોગેશ પટેલ

NAની 230 ફાઇલ જ પેન્ડિંગ : અધિકારી 450થી વધુ ફાઇલો પડી છે : યોગેશ પટેલ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:40 AM

કલેકટર કચેરીમાં યોજાયેલી બેઠકમાં ખોટા આંકડા રજૂ કરાયા 9 મહિનાથી પણ ફાઇલો પેન્ડિંગ હશે તો સજા માટે તૈયાર...

  • NAની 230 ફાઇલ જ પેન્ડિંગ : અધિકારી 
 450થી વધુ ફાઇલો પડી છે : યોગેશ પટેલ
    રાજયના મહેસૂલ મંત્રીએ મોડી સાંજે વડોદરામાં ધારાસભ્યો, અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ સાથે સંયુકત બેઠક યોજી હતી અને તેમાં અધિકારીઓ ખોટા આંકડા રજૂ કરતા હોવાનો ઘટસ્ફોટ ધારાસભ્યે કરતાં મંત્રીએ તેની ગંભીરતા લઇને જો આંકડા ખોટા હશે તો અધિકારીને સજા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

    રાજયના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ શહેરમાં સાંજે આવ્યા હતા અને કલેકટર કચેરીમાં બેઠકોનો દોર કર્યો હતો. આ બેઠકો બાદ મહેસૂલ મંત્રીએ ધારાસભ્યો,અધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ,અકોટાના ધારાસભ્ય સીમા મોહિલે અને ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)ની સાથોસાથ મેયર ડો.જિગીષા શેઠ,સ્થાયી સમિતિના ચેરમેન સતીષ પટેલ અને પાલિકાના પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.

    આ બેઠકમાં, કલેકટર કચેરીના અધિકારીએ એન એની 230 ફાઇલ ત્રણ મહિનાથી પેન્ડીંગ હોવાની માહિતી રજૂ કરી હતી અને તેને ધારાસભ્ય યોગેશ પટેલે ખોટી ઠેરવીને એક વર્ષથી 450થી વધુ ફાઇલો એનએની પેન્ડીંગ હોવાનો પડકાર ફેંકયો હતો. જેથી, મહેસૂલ મંત્રીએ જો નવ મહિનાથી પણ એન એની ફાઇલ પેન્ડીંગ હશે તો પણ જવાબદાર અધિકારીને સજા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેવી જ રીતે, સિટી સરવેમાં પ્રોપર્ટી કાર્ડમાં નામ નોંધણીની એકપણ અરજી પેન્ડીંગ નહીં હોવાની માહિતી અધિકારી તરફથી મંત્રીને આપવામાં આવી હતી અને તેમાં પણ આંકડા ખોટા હોવાનો દાવો ધારાસભ્યે કર્યો હતો. જેથી, આ બાબતે પણ મંત્રીએ પાંચ અરજી પણ જો પડતર હશે તો સંબંધિત અધિકારીને સજા કરવામાં આવશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ધારાસભ્ય યોગેશ પટેલે માંજલપુર વિધાનસભા મતવિસ્તારના 192 નગરોમાં રહેતા નાગરિકોને માલિકી હક્ક મળે તે માટે 1990થી ચીમનભાાઇ પટેલની સરકારના સમયથી લડત આપી રહ્યા છે તેવી લાગણી રજૂ કરીને હજી સુધી તેનો અમલ થયો નહીં હોવાનો આક્રોશ વ્યકત કરતાં તેની પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી.

    કલેકટર, તમારા અધિકારી 10 ટકા લાંચ માંગે છે

    શેરખીના ખેડુતોની જમીન રોડ લાઇન માટે સંપાદિત કરવામાં આવી છે અને સરકારે તેના માટે નાણાં રિલીઝ કર્યા છે. પરંંતુુ જમીન સંપાદન અધિકારી કુલ વળતરના 10 ટકા પ્રમાણે લાંચ માંગે છે તેવો આક્ષેપ ખુદ ધારાસભ્ય યોગેશ પટેલે કર્યો છે અને તેના માટે ચાર દિવસ પહેલા જ કલેકટરને રજૂઆત પણ કરી હતી.

    ટૂંક સમયમાં ઓન લાઇન NA શરૂ કરાશે

    વડોદરા | વડોદરા કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારના રોજ બીનખેતી અને જમીન સંબંધિત પ્રકરણોમાં આઠમાં ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન હાઉસમાં રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે 96 જેટલા અરજદારોને સનદ, એનએ,અપીલ,ગણોતધારા તેમજ નવી શરત-જુની શરતના હુકમો પ્રદાન કર્યાં હતાં. જ્યારે જમીન સંબંધિત પ્રકરણોમાં 117 જેટલા આદેશોનું લાભાર્થીઓને વિતરણ પણ કર્યું હતું. ઓપન હાઉસમાં કુંઢેલા ખાતે સેન્ટ્રલ યુનિવર્સીટીના કેમ્પસ બનાવવા મહેસુલ મંત્રી દ્વારા રૂ.16.30 કરોડની 100 એકર સરકારી જમીનની ફાળવણીનો આદેશ અર્પણ કર્યો હતો. કલેક્ટર શાલીની અગ્રવાલે જણાવ્યું કે, તકરારી કેસોના નિકાસની ઝુંબેશ હેઠળ 6 માસથી વધુ જુના હોય તેવો કોઈ કેસ જીલ્લામાં પડતર નથી., ટુંક સમયમાં મહેસુલ વિભાગમાં પણ ઓનલાઈન એનએ શરૂ કરાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending