તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |કરાટેની સમગ્રભારતની એકમાત્ર સત્તાવાર બોડી ‘કાઇ’(કરાટે એસોસિયેશન ઓફ ઇન્ડિયા)ની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |કરાટેની સમગ્રભારતની એકમાત્ર સત્તાવાર બોડી ‘કાઇ’(કરાટે એસોસિયેશન ઓફ ઇન્ડિયા)ની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |કરાટેની સમગ્રભારતની એકમાત્ર સત્તાવાર બોડી ‘કાઇ’(કરાટે એસોસિયેશન ઓફ ઇન્ડિયા)ની માન્યતા પ્રાપ્ત કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાનો સેમિનાર અને પરીક્ષાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી પસંદગી પામેલ 100થી વધુ કરાટે ઇન્સ્ટ્રક્ટર્સએ ભાગ લીધો હતો. જેમાં સફળ થયેલાઓને જજનું સર્ટિફિકેટ આપવામા આવ્યું હતું. સેમિનારનું ઉદઘાટન ભરૂચ જિલ્લાના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, કરાટે એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ખજાનચી વિરાફ વાચ્છા, ‘કાઇ’ના રેફરી કમિશનના ચેરમેન પરમજિતસિંઘ દ્વારા કરવામા આવ્યું હતું. ‘કાઇ’ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તથા વર્લ્ડ કરાટે ફેડરેશનની એકમાત્ર ભારતભરની માન્ય બોડી છે. બોડીની માન્યતા પ્રાપ્ત કરાટે ડો ફેડરેશન ગુજરાત સાથે રાજ્યના 28થી વધુ જિલ્લાના કરાટે એસોસિયેશન જોડાયેલા છે. તેના જનરલ સેક્રટરી કલ્પેશ મકવાણા, પ્રમુખ વિજય ભટ્ટ અને ખજાનચી મહેશભાઇ રાવલ છે.સેમિનારને સફળતા પૂર્વક પારપાડવા બદલ ‘કાઇ’ના પ્રમુખ ત્યાગરાજન અને મંત્રી ભરત શર્મા દ્વારા કરાટે ડો ફેડરેશન ગુજરાતના હોદ્દેદારોને અભિનંદન પાઠવવામા આવ્યા છે.

કરાટે ડો ફેડરેશન ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાનો સેમિનાર-પરીક્ષા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો