તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પરીક્ષા ટાણે કુદરતની આકરી કસોટી વચ્ચે પુત્રે બેવડી જવાબદારી નિભાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા ટાણે કુદરતની આકરી કસોટી વચ્ચે પુત્રે બેવડી જવાબદારી નિભાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સવારે િપતાના અંતિમ સંસ્કાર કરી પુત્રે બપોરે પરીક્ષા આપી

પરીક્ષામાં છટકબારી શોધતા િવદ્યાર્થીઓ માટે દાખલારૂપ કિસ્સો

ધો.12 સાયન્સના વિદ્યાર્થી અભિષેક ભટ્ટના પિતા પ્રવીણભાઇ ભટ્ટ રવિવારે સાંજે વાગ્યાના અરસામાં આરએસએસની મીટિંગ પતાવીને પરત આવતા હતા ત્યારે સોસાયટીના નાકે હૃદયમાં પીડા ઉપડતાં સમતુલન ગુમાવતાં જમીન પર પટકાતાં ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાની સોસાયટીના રહીશોએ તરત ઘરમાં બેસીને અભ્યાસ કરતાં પુત્ર અભિષેકને જાણ કરતાં તે તરત ઇજાગ્રસ્ત બનેલા પિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ઘટના વખતે ઘરમાં અભિષેક સિવાય કોઇ નહોતું. રહીશોએે અભિષેકની માતા તથા મોટી બહેન શ્રદ્વાને ફોન કરીને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં. દરમિયાનમાં બહેન અને માતાએ તરત અભિષેકને પરીક્ષાની તૈયારી કરવા માટે પુન: ઘરે મોકલી આપ્યો હતો. પિતાના અકસ્માતના વિચારો વચ્ચે પણ કઠણ કાળજું રાખીને અભિષેકે પરીક્ષાની તૈયારી પૂર્ણ કરી હતી. મોડી રાતે સારવાર વચ્ચે પિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ કઠણ કાળજું રાખીને અભિષેકે માતા તથા બે મોટી બહેનો જિજ્ઞા અને શ્રદ્વાને આશ્વાસન-દિલાસોજી આપીને હિંમત આપી. બોર્ડ પરીક્ષા વચ્ચે પિતાએ અંતિમ શ્વાસ લીધા બાદ અભિષેકે સવારે રિવાજ મુજબ પિતાને અંતિમ સંસ્કાર આપ્યા અને ત્યાંથી સીધો ધો.12 સાયન્સની પરીક્ષા આપવા માટે પરીક્ષાખંડમાં પહોંચી ગયો હતો.

પિતાને અગ્નિદાહ આપ્યા બાદ અભિષેક ભટ્ટે ગણિતનું પેપર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો