તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ભારત સરકારના કંપની બાબતોના વિભાગે જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ભારત સરકારના કંપની બાબતોના વિભાગે જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ભારત સરકારના કંપની બાબતોના વિભાગે જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી લોકોને છેતરપિંડી આચરતી અને રોકાણ સામે ખૂબ ઊંચા વળતરનું વચન આપતી થાપણ યોજનાઓમાં રોકાણ શક્ય હોય ત્યાં સુધી ટાળી રોકાણ બાબતે તકેદારી રાખવા જણાવ્યું છે. કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે દરેક કંપનીને લોકો પાસેથી થાપણો સ્વીકારવાની છૂટ નથી. માત્ર જુજ પબ્લિક કંપની માટે કાયદાની શરતો અને જોગવાઇઓને ચુસ્ત રીતે અનુસરીને થાપણો સ્વીકારી શકતી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભારત સરકારના કંપની બાબતોના વિભાગના સચિવ તપન રાયના પત્રમાં જણાવાયું છે કે, કંપનીઓ સહિતની સંસ્થાઓ લોકો પાસેથી છેતરામણી ભરેલી રીતોથી થાપણો સ્વીકારાય છે. અથવા તો ઉત્પાદનોના વેચાણ માટેની યોજનાઓમાં ખૂબ ઊંચા દરે વળતરની ખાતરી આપીને કે વિવિધ પ્રકારના લાભોના પ્રલોભનો આપીને નાણાં રોકવા આકર્ષવામાં આવે છે. લોકો આવી યોજનાઓમાં રોકાણ કરીને છેતરાય છે, અને તેના પ્રમોટર્સ વચન મુજબ વળતર આપી શકતા નથી અથવા તો લોકો પાસેથી થાપણો મેળવીને અદ્રશ્ય થઇ જાય છે. આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહીની પ્રક્રિયા ઘણો લાંબો સમય લઇ લે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોએ વિવિધ કાયદાકીય જોગવાઇઓ કરી છે. જે લોકો પાસેથી નાણાં સ્વીકારવાની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે અને અપ્રમાણિક વ્યક્તિઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીને અટકાવે છે.

ઊંચા વળતરનું વચન આપતી યોજનાઓમાં સાવધાની રાખવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો