તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુજમહુડાથી દિનેશ મિલ રોડનાં દબાણો તોડવાનું શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુજમહુડાથી દિનેશ મિલ રોડનાં દબાણો તોડવાનું શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુજમહુડાથીદિનેશ મીલ સુધીનો રસ્તો 60 ફુટનો પહોળો કરવા માટે રસ્તા રેષામાં આવતી મિલકતોના માલિકોને તેમની મિલકતોના દબાણો દૂર કરવા નોટિસ અપાયા બાદ સોમવારથી રોડ પરના દબાણો સ્વેચ્છાએ તોડવાનું શરૂ કરાયું છે.

મુજમહુડાથી દિનેશ મિલ ગરનાળા સુધીનો હયાત રોડ 60 ફુટ પહોળો કરવાના આયોજન હેતું ટાઉન ડેવલપમેન્ટ વિભાગે રસ્તાની માપણી હાથ ધરી રહેણાંક 65 અને કોમર્શિયલ 95 મળી કુલ-160 મિલકતોના માલિકોને તેમની મિલકતોના રસ્તા રેષામાં આવતો ભાગ દૂર કરવા નોટિસ આપી હતી. નોટિસ મળ્યા બાદ મુજમહુડાથી દિનેશ મિલ સુધીના રોડ પરના રસ્તા રેષામાં આવતી મિલકતોના માલિકો દ્વારા સોમવારથી સ્વેચ્છાએ તેમના દબાણો તોડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના માલિકો દ્વારા રસ્તારેષામાં આવતી તેમની મિલકતોના દબાણો સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કરતાં સમગ્ર રોડ પર તોડફોડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

દબાણ વિરોધી શાખાએ સોમવારે એરપોર્ટ રોડ પરથી ખોડીયારનગર ક્રોસિંગ સુધીના માર્ગ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.

ખોડિયારનગર ક્રોસિંગ સુધી દબાણો દૂર કરાયાં

દબાણકર્તાઓએ જાતે કામગીરી હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો