તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેનેટમાં હારેલા ડૉ.રાઠોડના સિન્ડિકેટ સભ્યપદ સામે વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેનેટમાં હારેલા ડૉ.રાઠોડના સિન્ડિકેટ સભ્યપદ સામે વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.માંટીચર્સ કેટેગરીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે ચૂંટાયેલા ડૉ.બિજોયસિંહ રાઠોડ મેડિકલ ફેકલ્ટીની ટીચર્સ કેટેગરીની સેનેટની ચૂંટણી હારી ગયા છે, છતાં પણ તેઓને યુનિ.એ સિન્ડિકેટ સભ્ય તરીકે ચાલુ રખાયું છે. જે મામલે યુનિ.ના સેનેટ સભ્યે રાજ્યપાલને લેખિતમાં ફરિયાદ કરી છે.

યુનિ.ની મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ.બિજોયસિંહ રાઠોડ સેનેટની ચૂંટણીમાં તેઓ મેડિકલ ફેકલ્ટીમાં ટીચર્સ કેટેગરીની ચૂંટણી હારી ગયા હતા. તેઓ ચૂંટણી હારતાં સેનેટની ટર્મ 12મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ ગઇ હતી. ટર્મ પૂર્ણ થઇ ગયા બાદ તેઓ સિન્ડિકેટ સભ્ય કે સેનેટ મેમ્બર રહી શકે નહીં. છતાં પણ યુનિ.ના સત્તાધીશોએ તેમને સિન્ડિકેટ મેમ્બર તરીકે ચાલુ રાખતાં સેનેટ સભ્ય કપિલ જોષીએ નિમણૂક ગેરકાયદેસર હોવાના દાવા સાથે રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરી છે. રાજ્યપાલે રજૂઆત કરવા માટે 5મી એપ્રિલનો સમય આપ્યો છે.

ટીચર્સ કેટેગરીમાં હાર્યા હતા, કાયદાના ઉલ્લંઘનનો આક્ષેપ

સેનેટ સભ્ય દ્વારા રાજ્યપાલને રજૂઆત કરાઇ

નિમણૂક સાચી હોય તો કાગળો આપો

^ડૉ.રાઠોડની નિમણૂંક અંગે યુનિ.ને પત્ર લખતાં 2013માં જે કાનૂની અભિપ્રાય લેવાયો હતો તે અનુસાર નિમણૂક યોગ્ય છે તેવું જણાવ્યું છે. જોકે તે અંગેના કાગળો આપ્યા નથી. > કપિલજોષી, સેનેટસભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો