• Gujarati News
  • National
  • ગાયના હુમલામાં યુવાનનું મોત થતાં પશુપાલકની ધરપકડ કરાઇ

ગાયના હુમલામાં યુવાનનું મોત થતાં પશુપાલકની ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવામાંરખડતી ગાયના હુમલાથી યુવકનું મોત થવાની ઘટનામાં પોલીસે ગોપાલક સામે ગુનો નોંધી બુધવારે રાત્રે તેની ધરપકડ કરી હતી.

ગોરવા બજાણિયા વાસમાં રહેતો 35 વર્ષીય મોહન ભીખાભાઇ બજાણિયા મંગળવારે બપોરે 4:30 વાગે ગોરવા પોલીસ સ્ટેશન પાછળના ગ્રાઉન્ડમાં દેસાઇ ઉર્ફે દેહો રણછોડ રબારીની ગાયોને પાણી પીવડાવવા માટે બનાવેલા હોજમાં પાણી નાખવા માટે ગયો હતો ત્યારે દેસાઇ ઉર્ફે દેહાએ તેની ગાયોને રખડતી મૂકી દીધી હતી. રખડતી ગાયે યુવકને ભેટી મારી પાડી દઇ પગેથી ઇજા કરતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

ઘટના સંદર્ભે ગોરવા પોલીસે ગોપાલક દેસાઇ ઉર્ફે દેહો રણછોડ રબારી સામે ગુનો નોંધ્યો હતો. ગુનામાં પોલીસે બુધવારે રાત્રે ગોપાલક દેસાઇ ઉર્ફે દેહો રબારીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ગાયની અડફેટે 2 વ્યક્તિના મોત નીપજતા ગુના નોંધાયા હતાં.

ગોરવામાં ગાયે યુવકને ભેટી મારતા જીવલેણ ઇજા થઇ હતી

અન્ય સમાચારો પણ છે...