તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • MDની પ્રવેશ પરીક્ષા આપનાર છાત્રા રીફંડ નહીં મળતાં ભૂખ હડતાળ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MDની પ્રવેશ પરીક્ષા આપનાર છાત્રા રીફંડ નહીં મળતાં ભૂખ હડતાળ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ ડિઝાઇનની પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ ફી પેટે રૂપિયા 69180 રોકડા ભરનાર વિદ્યાર્થિનીને ફેકલ્ટીના સત્તાધીશોએ ઓછી સંખ્યાના લીધે કોર્સ બંધ કરીને બે મહિનાનો સમય વિતી ગયો છતાં પણ ફી પરત નહીં આપતાં ધક્કાં ખાઇને ત્રસ્ત થયેલી વિદ્યાર્થિનીએ ફી રીફંડ નહીં મળે તો યુનિ.ની હેડ ઓફીસ ખાતે ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયના પગલે યુનિ.ના વહીવટી વિભાગમાં ભારે હોબાળો મચી ગયો છે.

યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. જેની પ્રવેશ પરીક્ષા 15મી જૂનના રોજ લેવાઇ હતી. જેમાં શહેરના છાણી વિસ્તારમાં રહેતી સૃષ્ટી પાઠક નામની વિદ્યાર્થિનીએ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ રૂપિયા 69180ની રોકડા ફી ભરી હતી. ફી ભર્યા વિદ્યાર્થિની સૃષ્ટીને વિદ્યાર્થિનીની સંખ્યા નહીં થતાં ઇ-મેલ પર જાણ કરીને ફી રીફંડ આપવા માટે ગત તારીખ 30મી જુલાઇના રોજ જાણ કરાઇ હતી. બાદ વિદ્યાર્થિનીએ પૂરતા ડોક્યુમેન્ટ ફેકલ્ટીમાં આપ્યા બાદ ફી કેટલા દિવસમાં રીફંડ મળશે તેની માહિતી માંગતા વહેલી તકે થઇ જશે તેવું જણાવ્યું હતું. જેની સામે વિદ્યાર્થિનીએ વારંવાર ટેલીફોન દ્વારા અને રૂબરૂ ધક્કા ખાઇને ફીનું રીફંડ માંગતા ફેકલ્ટીના સત્તાધીશો સંતોષકારક અને નક્કર કોઇ જવાબ આપી શક્યા નહોતા. આખરે કંટાળીને વિદ્યાર્થિની સૃષ્ટી પાઠકે 14મી સપ્ટેમ્બર સુધીમાં પોતાની રૂપિયા 69180ની ફી પરત નહીં મળે તો 15મીએ યુનિ.ની હેડ ઓફીસની બહાર ભૂખ હડતાલ પર બેસવાનો નિર્ણય કરીને તે સંદર્ભે ખુદ યુનિવર્સિટીના વીસી પ્રો. પરિમલ વ્યાસને લેખિત રજૂઆત કરી છે. વિદ્યાર્થિની ફીના રીફંડ મળવાને કારણે ભૂખ હડતાલ પર બેસવાના નિર્ણયના પગલે ભારે ખળભળાટ મચી ગયો છે.

યુનિવર્સિટીના સત્તાધીશો ફી લેવાનું જાણે છે? ઠેરઠેર ચર્ચાઇ રહેલો પ્રશ્ન

વિદ્યાર્થિનીએ ~69180 રોકડા ફી ભરી હતી: કોર્સ બંધ થતાં રીફંડની માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો