જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે

જિમ નવજાત શિશુ છે, યોગ તેના પરદાદા છે, તુલના કરવી યોગ્ય નથી યોગ અને જિમની તુલના વિષય પર ટોકમાં વિદ્વાનોએ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:36 AM
જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
આપણે નવજાત શિશુની તુલના તેના પરદાદા જોડે કરીને પરદાદાની વેલ્યૂ ઘટાડી રહ્યા છીએ. તેમ જિમ અને યોગની તુલના વિષય પર આઈપ્લેક્સ ખાતે યોજાયેલ ટોકમાં યોગા થેરાપીસ્ટ મિતા શાહે જણાવ્યું હતું. જિમની તુલના નવજાત શિશુ સાથે કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિમમાં જઇને આપણે પરસેવો પાડીએ છીએ અને હાંફી જઈએ છીએ. જેની સામે આપણે યોગમાં પ્રાણાયામ કરીને શ્વાસને રોકીએ છીએ અને આપણું આયુષ્ય વધારીએ છીએ. જ્યારે આપણે યોગ કરીએ ત્યારે સૌથી વધુ ધ્યાન કરોડરજ્જુ પર આપતા હોઈએ છીએ. કારણ કે કરોડરજ્જુ આપણી જેટલી મજબૂત હોય તેટલું આપણું શરીર તંદુરસ્ત રહેતું હોય છે. યોગ આપણને સારી જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરે છે. યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એમ કુલ 8 અંગ છે. જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. જેમાંથી લોકો ફક્ત પ્રાણાયામ અને આસન જ કરે છે, અને કહે છે કે અમે યોગ કરીએ છીએ. પરંતુ યોગ એ એક દિવસમાં કે માત્ર આસન દ્વારા કરવાની ક્રિયા નથી. યોગ એ પોતાની જાત સાથે પોતાના મનનું મિલન છે. જેમાં મન અને શરીર એમ બન્નેનું સ્વાસ્થ્ય સુંદર બને છે. માટે યોગ કરવામાં વધુ ધ્યાન આપવું જોઇએ. જેને તેના ઇન્સ્ટ્રક્ટર પાસે જ કરવો જોઇએ.

Yog V/S Gym

જિમ અને યોગની તુલના વિષય પર આઇપ્લેક્સ ખાતે ટોક યોજવામાં આવી હતી. જેમાં યોગ એક્સપર્ટ મિતા શાહે ઉપસ્થિતોને બન્ને વચ્ચેનો ફર્ક અને માહિતી પૂરાં પાડ્યાં હતાં.

લાઇફ સ્ટાઇલ પ્રમાણે યોગ કે જિમ કરો

આપણે દિવસ દરમ્યાન શું કરીએ છીએ તેના પરથી આપણી નક્કી કરવું જોઈએ કે આપણે યોગા કરવા કે જિમ કરવું. આપણે કેટલા લાલચુ છીએ, કેટલું જુઠું બોલીએ છીએ અને કેટલું ખાઈએ છીએ તે પ્રમાણે આપણે આપણી લાઇફ સ્ટાઇલમાં યોગ કે જિમને જગ્યા આપવી જોઈએ.

તમારે શું કરવું તે જાતે નક્કી કરો, દેખાદેખી ન કરો

લોકો દેખા દેખીમાં જિમમાં તો જતા રહે છે પણ બીજા જ દિવસે શરીરમાં ઉપાડતા દુઃખવાના કારણે ત્યાં જિમમાં જવા માટે ટાળી દેતા હોય છે. તે માટે જિમ ટ્રેનર કોનીકા લુકે જણાવ્યું હતું કે લોકો શું કરે છે તે જોયા વગર તમારે શુ કરવું છે તે નક્કી કરો લોકોના ખોટે રવાડે ના ચડશો.

ભૂતકાળને ભૂલો 80% બીમારી નહીં આવે

મનમાં જૂની વાતો, બીજા પ્રત્યે બદલો લેવાની ભાવના અને ભૂતકાળને સતત યાદ કરીને જીવનારા લોકો વધુ બીમાર પડતા હોય છે. કારણ કે મન અને મગજમાં આપણા જેટલી દ્વેષ ભાવના હશે તેટલું શરીર અંદરથી ખવાઈ જશે અને બીમારી આપણા શરીરને ઘર બનાવી દેતું હોય છે.

મિતા શાહ

કોનીકા લુક

જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
X
જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
જિમ આયુષ્ય ઓછું કરે છે જ્યારે 
 યોગ સ્વસ્થ જીવન અર્પણ કરે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App