Home » Madhya Gujarat » Latest News » Vadodara City » 16થી 20 ઓગસ્ટ દરમિયાન સાયન્સ સિટીમાં નિષ્ણાતો વિદ્યાર્થીઓને આપશે જરૂરી માર્ગદર્શન

16થી 20 ઓગસ્ટ દરમિયાન સાયન્સ સિટીમાં નિષ્ણાતો વિદ્યાર્થીઓને આપશે જરૂરી માર્ગદર્શન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

સાયન્સ ઓલિમ્પિયાડ આંતરાષ્ટ્રીય કક્ષાની સાયન્સ સ્પર્ધા છે, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી સ્ટુડન્ટસ ભાગ લેતા હોય...

  • 16થી 20 ઓગસ્ટ દરમિયાન સાયન્સ સિટીમાં નિષ્ણાતો વિદ્યાર્થીઓને આપશે જરૂરી માર્ગદર્શન
    સાયન્સ ઓલિમ્પિયાડ આંતરાષ્ટ્રીય કક્ષાની સાયન્સ સ્પર્ધા છે, જેમાં દેશના તમામ રાજ્યોમાંથી સ્ટુડન્ટસ ભાગ લેતા હોય છે. ગુજરાતની સ્કૂલ્સના વિદ્યાર્થીઓ સાયન્સ ઓલિમ્પિયાડમાં સારો દેખાવ કરે તે માટે સાયન્સ સિટી અમદાવાદ દ્વારા 16થી 20 ઓગસ્ટ દરમિયાન ‘સાયન્સ ઓલિમ્પિયાડ ઓરિએન્ટેશન પ્રોગ્રામ’નું આયોજન કરાયું છે. જેમાં સાયન્સના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને સાયન્સ ઓલિમ્પિયાડની માહિતી અપાશે. જે વધુ માહિતી મેળવવા માંગતા હોય તેમને સાયન્સ સિટીનો સંપર્ક કરવાનો રહેશે.

    Edu. Announcement

    સ્પર્ધાની વિષયગત તૈયારીઓ કરાવાશે

    પ્રોગ્રામમાં બાયોલોજી, મેથ્સ, અર્થ સાયન્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એસ્ટ્રોનોમી અને જુનિયર સાયન્સ જેવા વિષયોની તૈયારી કેવી રીતે કરવી, સાયન્સ ઓલિમ્પિયાડના માળખા અને તેના આ સ્પર્ધાના અલગ-અલગ લેવલ વિશે ચર્ચા કરાશે. સાયન્સ ઓલમ્પિયાડમાં અર્થ સાયન્સ અને જુનિયર સાયન્સમાં 9 અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એસ્ટ્રોનોમીમાં 11 અને 12મા ધોરણના સાયન્સના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

    કોઇપણ વિદ્યાર્થી ભાગ લેવા માટે જઇ શકશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ