Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » CBSEની ઝોન લેવલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન સપ્ટેમ્બરમાં લેવાશે

CBSEની ઝોન લેવલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન સપ્ટેમ્બરમાં લેવાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

News in Brief 10 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

  • CBSEની ઝોન લેવલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન સપ્ટેમ્બરમાં લેવાશે
    વડોદરા | સ્ટુડન્ટ્સ માટે હવે સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સ્પોર્ટસ સ્પર્ધાનું આયોજન સ્કૂલમાં કરવામાં આવશે. જેમાં સ્કૂલોએ પોતાનાં ખેલાડીઓ અને ટીમનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે આ સ્પોર્ટસ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. જેનાં માટે ખેલાડીઓએ સીબીએસઇની રમત વેબસાઇટ પર વિઝિટ કરવાનું રહેશે. જ્યાં એમને રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સની લિંક મળશે, જેનાં પર ક્લિક કર્યા બાદ એમણે એપ્લાય ટુ પાર્ટિસિપેન્ટ્સ પર ક્લિક કરવાનું રહેશે. સીબીએસઇની આ કોમ્પિટિશન જે પાર્ટિસિપેન્ટ્સે પહેલા ભાગ લીધો હોય, એમણે રજિસ્ટર્ડ સ્ટુડન્ટ્સ પર ક્લિક કરવાની જગ્યાએ સીધા એપ્લાય કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન 10 ઓગસ્ટ સુધીમાં કરાવી શકાશે. આ કોમ્પિટિશન ક્લસ્ટર, ઝોનલ અને નેશનલ લેવલ પર આયોજિત કરવામાં આવશે. ક્લસ્ટર અથવા ઝોનલ લેવલ પર સ્પર્ધા તા.1 સપ્ટેમ્બર થી 10 ઓક્ટોબર સુધી યોજાશે. જ્યારે નેશનલ લેવલની કોમ્પિટિશનની શરૂઆત તા.1 નવેમ્બરથી થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending