Home » Madhya Gujarat » Latest News » Vadodara City » રાજ્ય રમત-ગમત પરિષદ અને ડીએસઓ કચેરી દ્વારા સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન

રાજ્ય રમત-ગમત પરિષદ અને ડીએસઓ કચેરી દ્વારા સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

વડોદરા | રાજ્ય રમત ગમત પરિષદ અને વડોદરા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા શાળાકીય સાયકલિંગ સ્પર્ધાનું આયોજન...

  • રાજ્ય રમત-ગમત પરિષદ અને ડીએસઓ કચેરી દ્વારા સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન
    વડોદરા | રાજ્ય રમત ગમત પરિષદ અને વડોદરા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા શાળાકીય સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલિંગ સ્પર્ધા તા. 12 ઓગસ્ટે રવિવારના રોજ યોજવામાં આવશે. આ સાઇકલિંગ સ્પર્ધાનો રૂટ કમાટીબાગના છેલ્લાં ગેટથી શરૂ કરવામાં આવશે, ત્યારબાદ સેફરોન ચાર રસ્તા થઇને ફતેહગંજ સુધીનો રૂટ રાખવામાં આવ્યો છે, જેની ભાગ લેનાર ખેલાડીઓએ નોંધ લેવી. આ સ્પર્ધા અંડર-14, અંડર-17 અને અંડર-19ની કેટેગરીમાં યોજવામાં આવી છે. જે અંતર્ગતની ઉંમરના સાયકલિસ્ટ ભાઈઓ અને બહેનો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ