પત્ની જીવતી હતી ત્યારે શંકા રાખી મરી ત્યારે પતિને વિશ્વાસ ન અાવ્યો

પત્ની જીવતી હતી ત્યારે શંકા રાખી મરી ત્યારે પતિને વિશ્વાસ ન અાવ્યો
પત્ની જીવતી હતી ત્યારે શંકા રાખી મરી ત્યારે પતિને વિશ્વાસ ન અાવ્યો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:35 AM IST
3 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીના અન્ય યુવક સાથે આડા સંબંધોની આશંકા રાખતા પતિના કંકાસથી કંટાળી પરિણીતાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્નીને સારવાર માટે એક્ટિવા પર બેસાડી હોસ્પિટલમાં લઇ જતા સમયે તેણીના પગ રોડ પર ઢસડાતાં નખ પણ ઉખડી ગયા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા પરિણીતાને મૃત જાહેર કરાતાં મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂકી યુવક કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. પરિણીતાની તેના પતિ સહિત સાસરિયાંએ હત્યા કરી હોવાના પિતાએ આક્ષેપો કર્યા હતા.

કારેલીબાગ તિરુપતિ ફ્લેટમાં રહેતા પાર્થ શાહ સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. ગત મોડી રાત્રે પાર્થ અને ભીષ્મિકા વચ્ચેે બોલાચાલી થતાં પાર્થ ઘરની બહાર નિકળી ગયો હતો. દરમિયાન પરિણીતાએ રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે 11 વાગે ઘરે પહોંચેલા પતિએ પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ રઘવાઇ ગયો હતો. 108 કે પોલીસને જાણ કરવાને બદલે પાર્થ તેના મિત્ર મીતની મદદ લઇ પત્નીને એક્ટિવા પર વચ્ચે બેસાડી સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ પરિણીતાએ અંતિમ શ્વાસ લીધો હતો. બનાવને પગલે કારેલીબાગ પોલીસે તપાસ કરતાં ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

અેક્ટિવા પર બેસાડેલી પત્નીના પગ રોડ પર એવા ઢસડાયા કે પગના નખ પણ નિકળી ગયા

મારો વર મને બ્લેકમેલ કરે છે

મેં મારાં માબાપને બચાવવા માંગું છું.

મારો વર પાર્થ કે શાહ અમને મારવા માંગે છે,

મારા મરી ગયા પછી, મારાં માબાપને બચાવી લેજે,

મારો વર મને બ્લેકમેલ કરે છે,

મારો ફોન અને પાસપોર્ટ એની પાસે છે. ભીષ્મિકા (સહી )ની ચિઠ્ઠી

પતિ અાડાસંબંધોની શંકા કરતો હતો અેટલે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો

સાસરિયાંએ મારી દીકરીની હત્યા કરી

ગત રાત્રે 10 વાગે છેલ્લી વાર મારી દીકરી સાથે ફોન પર વાત થઇ હતી. તેને કહ્યું હતું કે પપ્પા આ લોકોની જે માંગણીઓ અને ઇચ્છા તે પૂરી કરી દો,હવે મારાથી સહન નથી થતું. અને એક કલાક બાદ તેના સસરાનો ફોન આવ્યો કે ભીષ્મિકાને એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકી છે. મારી દીકરીની હત્યા થઇ છે, એ આત્મહત્યા કરે તેવી ન હતી. કિશોરભાઇ હરિભાઇ જોષી, મૃતક ભીષ્મિકાના પિતા

X
પત્ની જીવતી હતી ત્યારે શંકા રાખી મરી ત્યારે પતિને વિશ્વાસ ન અાવ્યો
પત્ની જીવતી હતી ત્યારે શંકા રાખી મરી ત્યારે પતિને વિશ્વાસ ન અાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી