Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં ફી ન ભરનાર 15 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડ્યાં

સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં ફી ન ભરનાર 15 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડ્યાં

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:35 AM

ગોરવા રિફાઇનરી રોડ પર સી.કે.પ્રજાપતિ સ્કૂલમાં પ્રાથમિક વિભાગના 15 વિદ્યાર્થીઓએ ફી નહિ ભરી હોવાના પગલે તેમને અલગ...

  • સી.કે. પ્રજાપતિ સ્કૂલમાં ફી ન ભરનાર 15 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડ્યાં
    ગોરવા રિફાઇનરી રોડ પર સી.કે.પ્રજાપતિ સ્કૂલમાં પ્રાથમિક વિભાગના 15 વિદ્યાર્થીઓએ ફી નહિ ભરી હોવાના પગલે તેમને અલગ કલાસરૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને ભણાવવામાં અાવ્યા ન હતા. મહિને 550 રૂપિયા ફી ધરાવતા પ્રાથમિક વિભાગમાં સત્ર ફી મળીને ત્રણ મહિનાથી 2200 રૂપિયા જેટલી ફી બાકી છે. ફી ના ભરવી હોય તો એલસી લઇ જાવ તેવી ધમકી પણ સ્કૂલ મેનજમેન્ટ દ્વારા આપવામાં આવી હોવાના આક્ષેપો વાલીએ કર્યા હતા. સંજય ચાૈહાણ નામના િરક્ષાચાલક વાલીએ કહ્યું હતું કે ધોરણ 6માં અભ્યાસ કરતી મારી છોકરીની ફી નહિ ભરી હોવાથી સ્કૂલવાળાઓએ અલગ કલાસરૂમમાં બેસાડી છે. જેથી તે ગભરાઇ ગઇ હતી અને સ્કૂલે જવાની ના પાડી રહી છે. મારી બીજી છોકરી પણ ધોરણ 8માં અભ્યાસ કરે છે તેની ફી પણ ભરી શકાઈ નથી.

    ફી નહિ ભરો તો એલસી આપવાની ધમકી આપી હોવાના આક્ષેપો

    ફી ના ભરી શકતાં હોય તો સરકારી સ્કૂલમાં ભણો

    ફી ભરી શકે તેવી સ્થિતિના હોય તો સરકારી સ્કૂલમાં ભણવું જોઇએ. ત્યાં પણ સારી સુવિધા અપાય છે. અમારી નોન-ગ્રાન્ટેડ સ્કૂલ છે. જેમાં વર્ષની ફી રૂા.7,500 છે. દલસુખ પ્રજાપતિ, ચેરમેન, સી.કે.પ્રજાપતિ સ્કૂલ

    વાલીને વારંવાર સૂચના આપી છતાં ફી ન ભરી

    ફી ન ભરનાર વિદ્યાર્થીના વાલીઓને મેસેજ મોકલીને વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે વાલીઓ ફી ભરવા આવતા ના હતા,જેથી 15 વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડ્યા હતા. નયના વૈદ્ય, પ્રિન્સિપાલ,સી.કે.પ્રજાપતિ સ્કૂલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending