બીભત્સ ચિત્રોના કેસમાં શિવજી પન્નીકર દોષિત

બીભત્સ ચિત્રોના કેસમાં શિવજી પન્નીકર દોષિત

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:35 AM IST
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

MSUની ગુરુવારના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં ફાઇન આર્ટ્સમાં બીભત્સ ચિત્રો વિવાદસ્પદ પ્રકરણમાં તત્કાલીન ફેકલ્ટી ડીન શિવજી પન્નીકરને દોષી જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસ્કૃત મહાવિદ્યાલયમાં પેપર લીક થવાના પ્રકરણમાં અધ્યાપક દોષી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી જેમાં ફાઇન આર્ટ્સમાં 2007માં હિન્દુ દેવી- દેવતાઓનાં બીભત્સ ચિત્રો બનાવવાના પ્રકરણમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તત્કાલીન ડીન શિવજી પન્નીકર સામે પણ તપાસ સમિતિ રચાઇ હતી. છેલ્લા એક દશક ઉપરાંતના સમયથી ચાલી રહેલી તપાસના અંતે લીગલ ઓપિનિયનના આધારે આખરે પન્નીકર દોષી હોવાની જાહેરાત કરાઇ હતી. જોકે વર્ષ 2010માં જ પન્નીકરે યુનિવર્સિટી છોડી દીધી હતી જેના પગલે સિન્ડિકેટ દ્વારા તેને દોષી સાબિત કરવામાં આવ્યો હોવાનો અહેવાલ માત્ર કાગળ પર જ રહશે. સિન્ડિકેટની બેઠકમાં આ ઉપરાંત સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગત એપ્રિલ મહિનામાં સંસ્કૃત વ્યાકરણનું પેપર લીક થયું હતું જેના પગલે પરીક્ષા રદ કરવી પડી હતી. જેમાં રચવામાં આવેલી તપાસ સમિતિના અહેવાલમાં અધ્યાપક યોગેશ ત્રિવેદીનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે અધ્યાપકને શો-કોઝ નોટિસ અપાશે. યુનિવર્સિટીના એન્જિનિયર અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર એન.કે.ઓઝાએ વીઆરએસની માંગણી કરી હતી જેના પગલે તેમના રાજીનામાને મંજૂરી અપાઇ હતી.

એન્વાયર્નમેન્ટ સાયન્સની 10 બેઠકને મંજૂરી અપાઈ

સિન્ડિકેટની બેઠકમાં નેટ અને સ્લેટના કલાસ શરૂ કરવા તેમજ સાયન્સ ફેકલ્ટીમાં ચલાવવામાં આવતા એન્વાયર્નમેન્ટ સાયન્સના અભ્યાસક્રમમાં બીએસસીમાં તથા એમએસસીમાં 10 બેઠકોમાં વધારો કરવા મંજૂરી અપાઇ હતી.

X
બીભત્સ ચિત્રોના કેસમાં શિવજી પન્નીકર દોષિત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી