• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • 8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ

8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ

ભાસ્કર વિશેષ 200 મૂર્તિઓને ગણેશ યુવક મંડળો અને દશામા તળાવની આસપાસ રહેતા ગરીબ લોકોને નિ:શુલ્ક આપવામાં આ‌વશે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ
રાજ્યમાં પ્રથમ વખત શહેરની એનજીઓ દ્વારા પીઓપી કે માટીની નહીં પરંતુ પાણીને સ્વચ્છ કરે તેવી 8 હજાર કિલો ફટકડીથી ગણેશજીની 400 મૂર્તિઓનું નિર્માણ કરાવ્યું છે. ફિડિંગ વડોદરા નામની અા સંસ્થા અા મુર્તિઓને ગોરવા દશામાના તળાવમાં વિસર્જિત કરી તેનું 5 લાખ લિટર પાણી પીવાલાયક થાય તેવો પ્રયાસ થાય તેવું ઈચ્છે છે. 200 મૂર્તિઓને ગણેશ યુવક મંડળો અને દશામા તળાવની આસપાસ રહેતા ગરીબ લોકોને નિ:શુલ્ક આપવામાં આ‌વશે. જ્યારે અન્ય 200 મૂર્તિઓનું વેચાણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા 12 ઓગસ્ટના રોજ સયાજીબાગ એમ્પિ થિયેટર ખાતે સાંજે 6 થી રાતના 9 વાગે અાવી મુર્તિઓના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

એનજીઓ ફિડિંગ વડોદરાના સંચાલક વિશાલ સોનીએ વધુમાં જણાવ્યું કે, અમે ગોરવાના દશામાના તળાવમાંથી 1 લિટર પાણી લઈને તેમાં 50 ગ્રામ ફટકડી નાંખતાં પાણી પીવાલાયક થાય તેટલું શુદ્ધ થઈ ગયું હતું. આ પ્રયોગને અમલમાં લાવવા માટે અમે ફિડિંગ વડોદરા,એક ખ્વાઈશ,સંઘર્શ ગ્રૂપ અને આકાંક્ષા ફાઉન્ડેશન સાથે મળી ‘ક્યુબિકલ વિઘ્નહર્તા 3.0’ નામથી પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

20 કેજીના એક સ્લેબમાંથી 1 ફૂટની 4 મૂર્તિ બને છે

વિશાલ સોનીએ 20 કિલોની ફટકડીના 200 સ્લેબ ખરીદ્યાં છે. જેમાં 20 કિલો ફટકડીમાંથી 1 ફૂટની 5 કિલોની 4 મૂર્તિઓ બનાવવામાં આવશે. અત્યાર સુધી ફટકડીના ગણેશજીના 67 ઓર્ડર મળ્યા છે. અા વર્ષે પ્રથમ પ્રયાસ હોવાથી ફટકડીના સ્લેબને ગણપતિનો આકાર આપવાની જગ્યાએ તેના પર ગણપતિ દોરી તેમાં ઈકોફ્રેન્ડલી કલર પૂરવામાં આવશે.

ફટકડીની 1 ફૂટની મૂર્તિ માત્ર રૂ.105માં મળશે

પીઓપી - માટીની મૂર્તિ 1 હજારથી લઈને 3 હજાર સુધીમાં વેચાય છે. ફટકડીની 1 ફૂટની મૂર્તિ માત્ર રૂ.105માં બને છે. ગણેશજીની મૂર્તિઓના વેચાણ થકી મળેલી આવકને લોકોની સહાય કરવા પાછળ ઉપયોગ કરશે.

8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ
X
8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ
8 હજાર કિલો ફટકડીમાંથી 400 શ્રીજી બનાવાશે, દશામાના તળાવમાં 5 લાખ લિટર પાણીને પીવાલાયક બનાવવા પ્રયાસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App