પ્રથમવાર સેન્સેક્સ 38000 ક્રોસ, 30 દિવસમાં 3000 પોઈન્ટ વધ્યો

IMFએ અર્થતંત્રને દોડતો હાથી કહેતા જ શેર ચિત્તાની જેમ દોડી પડ્યા, 8 મહિનામાં 12%નો ઉછાળો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
પ્રથમવાર સેન્સેક્સ 38000 ક્રોસ, 30 દિવસમાં 3000 પોઈન્ટ વધ્યો
શેર બજારે ગુરુવારે પણ નવો રેકોર્ડ બનાવ્યો. સેન્સેક્સ 136.81 પોઇન્ટ ઉંચકાઇને 38024.37 પર બંધ રહ્યો. બિઝનેસ દરમિયાન તેણે 38076.23 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીનો પણ સ્પર્શ કર્યો. 30 દિવસમાં સેન્સેક્સ 3000 પોઈન્ટ વધી ગયો છે. નિફટી પણ 20.70 પોઇન્ટ વધારા સાથે 11470.70 પર બંધ રહ્યું. ઇન્ટ્રા ડેમાં તે 11500ના સ્તરથી માત્ર 5 પોઇન્ટ પાછળ રહ્યું. બિઝનેસ દરમિયાન નિફટી 11495.20ના રેકોર્ડ સ્તર સુધી પહોંચ્યું. એનએસઇ પર તમામ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી. બેંક નિફટી પણ 28216ના અત્યાર સુધીના સૌથી ઉચ્ચસ્તર પર પહોંચી ગયું.

કુલ પાનાં 22 + 4 + 4 (નવરંગ) = 30

વડોદરા, શુક્રવાર, 10 ઓગસ્ટ, 2018

બેન્કિંગ શેરોમાં ઉછાળો જોવાયો

સેન્સેક્સ મહિનામાં 5.80% ઊચકાયો | એક મહિનામાં સેન્સેક્સમાં આશરે 6% તેજી જોવા મળી. વિશ્વભરના બજારના પ્રમુખ ઇન્ડેક્સમાં આટલો વધારો 8 મહિનામાં જોવા ન મળ્યો.

ટોપ-5 ગેનર વધારો

એક્સિસ બેંક 4.20%

ICICI બેંક 4.17%

હિન્ડાલ્કો 3.40%

એસબીઆઇ 2.90%

વેદાન્તા 2.56%

ટોપ-5 લૂઝર ઘટાડો

ભારતી એરટેલ 4.75%

ટાઇટન 2.14%

ઓએનજીસી 2.03%

સિપ્લા 1.82%

ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ 1.56%

કિંમત Rs. 4.00, વર્ષ 14, અંક 328 મહાનગર

અષાઢ વદ-14 િવક્રમ સંવત 2074

બજારમાં તેજીનું કારણ

વિશ્લેષકોના જણાવ્યા મુજબ સતત ખરીદી થાય છે. બેંકિંગ, કંઝ્યુમર, ડ્યૂરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં સારી માગ જોવા મળી. મોટી કંપનીઓએ આશા કરતા સારું ત્રિમાસિક પરિણામ આપ્યું. IMFએ પણ ભારતમાં શ્રેષ્ઠ આર્થિક ગ્રોથનું અનુમાન કર્યું હતું.

2018માં વિશ્વના બજારોમાં ભારતનો દેખાવ

ભારત ઇન્ડેક્સ જાન્યુથી ઓગસ્ટ 2018 સુધી

ભારત સેન્સેક્સ 12 % વધારો

એમરિકા ડાઉ જોન્સ 3.50 % વધારો

જાપાન નિક્કેઇ 0.70 % ઘટાડો

ચીન શાંઘાઇ કમ્પોઝિટ 15.55 % ઘટાડો

અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ | ટ્રેડ વોર ટેન્શનની આશંકાએ બુધવારે અમેરિકી બજાર ઘટાડા સાથે બંધ રહ્યું. ડાઉ જોન્સ 45 પોઇન્ટ પટકાઇ 25584ના સ્તરે બંધ રહ્યો.

12 રાજ્ય | 66 સંસ્કરણ

વિદેશી બજારોની સ્થિતિ

હોંગકોંગના હેંગસેંગમાં 0.89 %નો વધારો જોવા મળ્યો.ચીનના શાંઘાઇ કંપોઝિટ ઇન્ડેક્સમાં 1.78%નો વધારો નોંધાયો. જાપાનના નિક્કેઇમા 0.27%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાનું કોસ્પી 0.03 નીચે રહ્યું. ડાઉ જોન્સ ઇન્ડ.એવરેજ 0.18 % નીચે બંધ રહ્યો.

X
પ્રથમવાર સેન્સેક્સ 38000 ક્રોસ, 30 દિવસમાં 3000 પોઈન્ટ વધ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App