સાધુ સૂતા હોવા છતાં પણ સદા જાગે છે : મુનિરાજ

સાધુ સૂતા હોવા છતાં પણ સદા જાગે છે : મુનિરાજ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:35 AM IST
શ્રી સુભાનપુરા જૈન સંઘમાં ચતુર્માસ દરમિયાન પૂ.રત્નબોધિ વિજયજી મહારાજે ‘ઉંઘવું એ પણ એક પાપ છે’ વિષય પર વ્યાખ્યાન આપતા જણાવ્યું કે, સાધુ સુવે પણ શેની માટે ω મજા કરવા નહી,પણ બીજા દિવસે વધુ આરાધના થઈ શકે એ માટે. શરીરને થોડો આરામ આપી એની પાસેથી વધુમાં વધુ કામ કઢાવી લેવા માટે સાધુ નિંદ્રા લે છે. સાધુની નિદ્રા કુતરા જેવી હોય છે, નામ લેવા માત્રથી તે ઉઠી જાય તેવી તેમની ઉંઘ હોય છે. સાધુ સૂતા હોવા છતા સદા જાગતા હોય છે, કેમકે ઉંઘમાં પણ આરાધક ભાવ જાગતો હોય છે. મોહનીયકર્મની નિંદ્રામાંથી જાગવું તે ખરેખર જાગવું છે. એટલે જ સાધુ દિવસે તેમજ રાત્રે પણ જાગતા હોય છે. સંસારી જીવો મોહની નિદ્રામાં મસ્ત હોવાથી જાગતા છતા ઉંઘમાં હોય છે.

X
સાધુ સૂતા હોવા છતાં પણ સદા જાગે છે : મુનિરાજ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી