• Gujarati News
  • શહેરમાંથી વધુ 50 લારી હટાવાઇ

શહેરમાંથી વધુ 50 લારી હટાવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાજુદા જુદા વિસ્તારમાંથી લારી ગલ્લા સહિતનાં દબાણો દૂર કરવાની કામગીરી દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.

જે અન્વયે,શહેરના ચારેય ઝોનના જુદા જુદા વિસ્તારોમાંથી રસ્તારેષામાં અવરોધરૂપ લારીગલ્લા દુર કરવાની કામગીરી મંગળવારે પણ કરવામાં આવી હતી અને 50 લારીગલ્લા જપ્ત કરવાનો સપાટો બોલાવવામાં આવ્યો હતો. એટલું નહીં, કામગીરીમાં પાંચ ટ્રક ભરીને જપ્ત કરાયેલ માલસામાન અટલાદરા ખાતેના સેન્ટ્રલ સ્ટોરમાં મોકલી આપવામાં આવ્યો હતો.