મનુષ્યની મહાનતા તેના સત્કાર્યોથી જ મપાય : જૈનાચાર્ય

અકોટા જૈન સંઘમાં ચતુર્માસ દરમિયાન પ્રવચન ફરમાવતા આચાર્ય કલ્યાણ બોધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે ‘જેટલું આયુષ્ય...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
મનુષ્યની મહાનતા તેના સત્કાર્યોથી જ મપાય : જૈનાચાર્ય
અકોટા જૈન સંઘમાં ચતુર્માસ દરમિયાન પ્રવચન ફરમાવતા આચાર્ય કલ્યાણ બોધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે ‘જેટલું આયુષ્ય એટલું આપણું જીવન’ વિષય પર જણાવ્યું કે, આપણા સતકૃત્યો અને સારા ભાવો એટલું આપણું જીવન આ વાત વધુ ઉચિત છે. જાનવરના આયખાની નોંધ લેવાતી નથી, કારણકે તેના જીવનમાં કોઈ સત્કાર્ય કે સદવિચાર નથી. જીવનમાં કેટલા સત્કાર્ય અને સદવિચારો થયા એટલું આપણું આયુષ્ય સાચુ અને સાર્થક થયું છે. બીજુ બધુ નકામું-વ્યર્થ છે, માત્ર મનુષ્યની મહાનતા તેના સત્કાર્યો અને સાધનાથી જ મપાય છે, લાંબા આયુષ્યથી નહી. તાડનું ઝાડ ભલે લાંબુ હોય કોઈને છાયા કે વિસામો આપતું નથી માટે તે વ્યર્થ છે. વડનું ઝાડ નાનું પણ છાયાને વિસામો આવે છે તેથી તેના ગુણગાન ગવાય છે.

X
મનુષ્યની મહાનતા તેના સત્કાર્યોથી જ મપાય : જૈનાચાર્ય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App