Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » બાગમાં લાઇટો ડૂલ થઇ જતાં સાંજ બાદ સન્નાટો છવાય છે

બાગમાં લાઇટો ડૂલ થઇ જતાં સાંજ બાદ સન્નાટો છવાય છે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:35 AM

શાસ્ત્રી બાગ

 • બાગમાં લાઇટો ડૂલ થઇ જતાં સાંજ બાદ સન્નાટો છવાય છે
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શાસ્ત્રી બાગ વાડી

  રમતગમતના સંખ્યાબંધ સાધનોને લીધે બાળકોનો મનપસંદ બાગ છે પણ વયસ્કો માત્ર વોકિંગ માટે ઉમટે છે, બેસનારા લોકોની સંખ્યા મર્યાદિત છે. ગાર્ડનના સ્ટાફના જણાવ્યા મુજબ અહીં ફુલછોડ તોડીને લઇ જતા લોકો પણ પકડાઇ રહ્યાં છે.

  કુણાલ પેઠે |વડોદરા

  વાડી વિસ્તારના જાણીતા તળાવ કિનારે આવેલો શાસ્ત્રીબાગ આ વિસ્તારના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેમાં રમતગમતના સંખ્યાબંધ સાધનોને લીધે આ બાગ બાળકોનું મનપસંદ સ્થળ છે. કેટલાક વર્ષો અગાઉ બાગનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું. પણ હજીય કેટલીક સુવિધાઓ બગીચામાં નથી. યોગ્ય મેન્ટેનન્સના અભાવે બાગમાં પેવર બ્લોક્સ ઢીલા પડી ગયા છે. સૌથી મોટી સમસ્યા સાંજ બાદ અવારનવાર લાઇટ્સનું ડૂલ થઇ જવું છે, જેને કારણે અચાનક જ બગીચામાં અંધારપટ થઇ જાય છે અને છેવટે લોકો ઘરે જતાં રહેતાં સન્નાટો છવાઇ જાય છે, જેનું મુખ્યકારણ પાર્કસ એન્ડ ગાર્ડન અને સ્ટ્રીટલાઇટ વિભાગ વચ્ચેના કોઓર્ડિનેશનનો અભાવ છે. અહીં લોનની કામગીરી પણ નિયમિત થતી નથી. વર્ષો જૂની નશાખોરોનો અડ્ડો બની ચુકેલા આ બાગમાં હવે એ સમસ્યા રહી નથી .ગઝેબોના બ્લોક્સ તૂટી ગયેલી હાલતમાં છે. બીજી તરફ લાઇટ્સના નવા જૂના થાંભલા જોવા મળે છે પણ તેના પર લાઇટ્સ જૂજ થાંભલાઓ પર જ છે. શૌચાલયની સુવિધા અહીં પણ નથી કે નથી અહીં કોઇ ઇ-ટોઇલેટ મૂકવાની તસ્દી લેવાઇ. કેટલાક લોકો ફુલછોડ તોડીને લઇ જાય છે તેવી રજૂઆત પણ અહીં ડ્યુટિ કરતાં સ્ટાફે કરી હતી.

  બાગે બયાં... શનિવારે સાંજે કમાટીબાગ બરોડા સ્ટેટના સમયમાં માત્ર મહિલાઓ માટે ખુલ્લો રખાતો હતો.

  આ બગીચામાં લાઇટ્સના પોલ સંખ્યાબંધ છે પણ બલ્બ કે લાઇટ જૂના થાંભલાઓ પર જ જોવા મળે છે. ઇ-ટોઇલેટ પણ મૂકાયું નથી.

  મુલાકાતીઓ કહે છે કે...

  બગીચામાં રાત્રે અંધારું રહે છે

  રાત્રીના સમયે લાઇટો જતી રહે છે. વાયરિંગમાં સાંધાથી જ કામ ચલાવવામાં આવે છે. અહીં માળીકામ પણ બરાબર થતું નથી. જેને કારણે બગીચામાં ઠેર ઠેર વધારે ઘાસ ઊગી નીકળેલું જોવા મળે છે. અમૃતરાવ ગાયકવાડ, સ્થાનિક

  બગીચા જેવી મજા આવતી નથી

  છેલ્લા પાંચ-સાત વર્ષથી નિયમિતપણે આવું છું. બગીચા જેવી ફીલિંગ કે મજા આવતી નથી. કારણ કે, બાગમાં જોવા મળતા ફુલોની વરાઇટિ નથી. આ ઉપરાંત શૌચાલય કે પરબ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી. મન્સૂર નાંદેલી, સ્થાનિક.

  સત્તાધીશો શું કહે છે...

  બગીચા જેવી મજા આવતી નથી

  આ બગીચાની લાઇટિંગની જવાબદારી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં નહીં પણ સ્ટ્રીટલાઇટ વિભાગમાં આવે છે. આમ છતાં લોકોની ફરિયાદ માટે રજિસ્ટર રાખવામાં આવ્યું છે અને તે મુજબ કામગીરી પણ કરવામાં આવે છે. વિઠ્ઠલભાઇ પટેલ, સુપરવાઇઝર.પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ.

  300

  રોજિંદા મુલાકાતીઓ

  શાસ્ત્રીબાગનો ઇતિહાસ

  આ બગીચો એક જમાનામાં શહેરની બહાર હોવાથી અગાઉ આ જમીનની જગ્યાનો ઉપયોગ શબને દફનાવવા માટે થતો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કબ્રસ્તાનની જગ્યા હતી. જોકે ચારેક દાયકા અગાઉ તેને બાગ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો હતો. પણ તેના પરત્વે ધ્યાન આપવામાં આવતું ન હતું. હાલતમાં જોવા મળતો બાગ છેલ્લા સાતેક વર્ષથી છે.

  ગાર્ડનમાં આવી સુવિધાઓની જરૂર

  કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે.

  પરબ દ્વારા પીવાના પાણીની સગવડ અપાય.

  ફુવારાઓને નિયમિતપણે શરૂ કરવામાં આવે

  જે પેવરબ્લોક્સ ફીટ કર્યા છે તેનું સમારકામ

  લાઇટ્સની સુવિધા અસરકારક કરવામાં આવે.

 • બાગમાં લાઇટો ડૂલ થઇ જતાં સાંજ બાદ સન્નાટો છવાય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending