પાર્કિંગ સ્પેસ ખુલ્લી ના મળે તો પ્રતિ ચોરસ મીટરે રૂા.100થી 500 મુજબ દંડ ફટકારવાના નિર્ણય બાદ સ્ટેશન ગરનાળાથી જીઇબી સર્કલ સુધીના અલકાપુરી રોડની 49 બિલ્ડિંગને નોટિસ આપવામાં આવતાં 25 બિલ્ડિંગવાળા પાર્કિંગના નકશા લઇને પાલિકામાં દોડ્યા હતા.
પાલિકાની બાંધકામ પરવાનગી વિભાગમાં બાંધકામના નકશા મંજૂર કરાવતી વખતે પાર્કિંગની જોગવાઇની પણ મંજૂરી લેવાની હોય છે અને જીડીસીઆરમાં ‘મિસયુઝ ઓફ પાર્કિંગ’ માટે પેનલ્ટી લેવાની જોગવાઇ છે.જીડીસીઆરમાં પેનલ્ટી માટે ચાર સ્લેબ નક્કી કરાયા છે. પાલિકાએ તા.23 જાન્યુઆરી 2017, 26 જુલાઇ 2018 અને 2 ઓગસ્ટ 2018ના રોજ પાર્કિંગ ખુુલ્લું રાખવા માટે જાહેર નોટિસ ઇસ્યુ કરી હતી પરંતુ હજી સુધી તેનું સંપૂર્ણ પાલન થયું નથી.જેથી, રૂા.100થી 500 સુધીના ચાર સ્લેબમાં દંડ લેવા માટે ફોર્મો તૈયાર કરાયો છે અને પાર્કિંગ વ્યવસ્થા રાખવા માટે સ્ટેશન ગરનાળાથી રેસકોર્સ સુધીના આરસી દત્ત રોડ પર 49 બિલ્ડિંગને નોટિસ આપી છે અને તેમાં હોટલ,પેટ્રોલપંપ, વીજકંપની,જ્વેલર્સ શોરૂમ,બેન્કનો પણ સમાવેશ થાય છે.
કોને કોને નોટિસ

ગાયત્રી ચેમ્બર્સ

શુભમ્ કોર્નર

આર્ય કેક શોપિંગ-રોહિત ગુુપ્તા

અશોક આર્ય

પર્લ રેસ્ટોરેન્ટ

હોટલ સ્કાઇલાઇટ

વી માર્ટ

ઓફટેલ ટાવર

અંજલિ ચેમ્બર્સ

પંચશીલ હોટલ

શ્રી રામ ચેમ્બર્સ

ભગવાન ચેમ્બર્સ

લક્ષ્મી હોલ

મેંગો હોટલ

હોટલ સવશાંતિ ટાવર

આઇવરી ટેરેસ

તનીષા એપાર્ટમેન્ટ

ગોકુલેશ એપાર્ટમેન્ટ

નેહા એપાર્ટમેન્ટ

કપિલા નિવાસ

એમજીવીસીએલ અલકાપુરી સબ ડિવિઝનની કચેરી

પ્રિમિયર ચેમ્બર્સ

ર્સ્ટલિંગ સેન્ટર

નેશનલ પ્લાઝા

નિહારિકા એપાર્ટમેન્ટ

ભારત પેટ્રોલપંપ

શ્રીમ શાલિન મોલ

વિન્ડસર પ્લાઝા

સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ

હોટલ એક્સપ્રેસ

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંંપ

દર્પણ બિલ્ડિંગ

હોટલ વેલકમ

નારાયણ જ્વેલર્સ

દ્વારકેશ કોમ્પ્લેકસ

તુલિપ

બોમ્બે શોપિંંગ સેન્ટર

માધવ કોમ્પ્લેકસ

પેનોરમા કોમ્પ્લેકસ

અલકાપુુરી આર્કેડ

બી અેન ચેમ્બર્સ

જી જે હાઉસ(કેનેરા બેન્ક)

સિન્ડિકેટ બેન્ક

જોયાલ્લુકાસ શોરૂમ

નિર્મલ કો.ઓ સોસાયટી

કબીર કિચન્સ-કબીર ગેલેરી

કોન્કર્ડ બિલ્ડિંગ

બેન્ક ઓફ બરોડા હેડ ઓફિસ

સેન્ટર પોઇન્ટ