નિઝામપુરામાં વડાપાંઉ,દાબેલી, ઢોંસાવાળાનું પાર્કિંગ તોડી પડાયું

મુજમહુડા રોડ-મકરપુરા વિસ્તારમાં 27 બિલ્ડિંગના પાર્કિંગના દબાણો દૂર કરાયાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
નિઝામપુરામાં વડાપાંઉ,દાબેલી, ઢોંસાવાળાનું પાર્કિંગ તોડી પડાયું
પાર્કિગ ખુલ્લુ કરાવવા માટે પાલિકાની ચાલી રહેલી ઝુંબેશમાં નિઝામપુરા,મુજમહુડા રોડ અને મકરપુરા વિસ્તારમાં સપાટો બોલાવીને 27 બિલ્ડીગના પાર્કિગ ખોલી નાંખવામાં આવ્યા હતા.

શહેરના જુુદા જુુદા વિસ્તારોમાં કોમ્પ્લેકસના પાર્કિગ ખુુલ્લા કરાવવા માટે પાલિકાના બાંધકામ પરવાનગી વિભાગે દબાણ શાખાને સાથે રાખી ઓપરેશન ડીમોલીશન શરૂ કર્યુ હતુ. ગુરુવારે દબાણ શાખાની ટીમને સાથે રાખી ફતેગંજ બ્રિજથી નિઝાામપુરા ડીલકસ ચાર રસ્તા સુધીમાં વડાપાંઉ, દાબેલી,ઢોંસાવાળા,હોસ્પિટલ,ફરસાણ,ઓટો શોરૂમ,કેમિસ્ટના મળી કુલ 23 સ્થળે પાર્કિગ ખોલાવવામાં આવ્યા હતા. જયારે, મુજમહુુડાથી અકોટા સુુધીના રોડ પર ત્રણ અને મકરપુરા રોડના એક શોરૂમ સહિત એક જ દિવસમાં 27 સ્થળોએ 2200 ચોરસ મીટર પાર્કિગ ખુલ્લુ થવા પામ્યુ હતુ.

નિઝામપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાર્કિંગ એરીયામાંથી દબાણો દૂર કરાયા હતા.

કયાં શંુુ દૂર કરાયુું

ફતેગંજ બ્રિજથી નિઝામપુરા ડીલકસ ચાર રસ્તા

શ્રી રામ મોટર્સ | ફ્રન્ટ પાર્કિગ ખોલાવ્યુ

રાણા બિલ્ડીંગ | પાર્કિગમાંથી ટાયર પંચરની દુકાન દુર કરાવાઇ

સુશીલનગર પાસે | ફુટપાથ પરથી સામાન હટાવાયો

ઇન્દ્રપ્રસ્થ એવન્યુ પાસે | પાર્કિગમાંથી સાઇનબોર્ડ દુર કરાવ્યા

યામાહા હર્ષિલ મોટર્સ | બેઝમેન્ટમાંથી વર્કશોપ અને બોર્ડ દુર કરાવ્યા

જગદીશ ફરસાણ માર્ટ,ઋષભ કોર્નર | પાર્કિગ ખુલ્લુ કરાવ્યુ

રાજુ ઢોંસા સેન્ટર | પાર્કિગમાંથી કાઉન્ટર,સામાન,બોર્ડ હટાવ્યા

રોનક રેસ્ટોરેન્ટ એન્ડ કેટરર્સ | પાર્કિગમાંથી કાઉન્ટર,બોર્ડ હટાવ્યા

ટેસ્ટી વડાપાંઉ,વ્રજ કોમ્પ્લેકસ | ઓટલા,કાઉન્ટર,સામાન દુર કરાવ્યો

યો ફ્રેન્કી,વ્રજ કોમ્પ્લેકસ | પાર્કિગની જગા ખુલ્લી કરાવી

ઋષભ કોર્નર કોમ્પ્લેક્સ | બેઝમેન્ટમાંથી સામાન હટાવ્યો

ભાઇ ભાઇ દાબેલી, વ્રજ કોમ્પ્લેકસ | પાર્કિગમાંથી શેડ હટાવાયો

વાડીલાલ હેંગ આઉટ,વ્રજ કોમ્પ્લેકસ | પાર્કિગમાંથી કેબિન હટાવાઇ

મુજમહુડાથી અકોટા

સપ્તગીરી કોમ્પ્લેકસ | ફ્રન્ટ પાર્કિગમાંથી શેડ,ઓટલા,લારી ગલ્લા દુર કરાવ્યા

શ્રેયા કોમ્પ્લેકસ | શેડ,પાળીઓ દુર કરાવી

પ્રતાપ પ્લાઝા | બોર્ડ-હોર્ડિગ્સ દુર કરાવ્યા

સુુશેન થી મકરપુરા

કટારિયા મારૂતિ શોરૂમ | ફ્રન્ટ પાર્કિગમાંથી રેલીંગ હટાવાઇ

X
નિઝામપુરામાં વડાપાંઉ,દાબેલી, ઢોંસાવાળાનું પાર્કિંગ તોડી પડાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App