ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો ચીંગુસિંગ સિકલીગર ઝડપાયો

વડોદરા. મહેસાણાના લાંધણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા વારસિયા ખારી તલાવડીના ચીંગુસિંગ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો ચીંગુસિંગ સિકલીગર ઝડપાયો
વડોદરા. મહેસાણાના લાંધણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા વારસિયા ખારી તલાવડીના ચીંગુસિંગ તુફાનસિંગ સિકલીગરને ક્રાઇમ બ્રાન્ચે વારસિયા સાંઇ બાબાના મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો. ચીંગુસિંગ વર્ષ 2014માં સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમાં પકડાયો હતો. તેને પાસા હેઠળ ભૂજ જેલમાં પણ મોકલાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 20 દિવસમાં 5 વાહન ચોરીના અરોપી અજયસિંગ સિકલીગરને પકડ્યો હતો. ચોરીમાં સંડોવાયેલા પ્યારેસિંગ સીકલીગર, જસવંતસિંગ સીકલીગર,યાસીન પઠાણ તેમજ કુખ્યાત અસલમ બોડિયાની પાસા હેઠળ કાર્યવાહી કરી હતી. મારામારીમાં લિયાકત અને દારૂના કેસમાં વોન્ટેડ મયુર ગોહિલ,તાંદલજાની હત્યામાં મહારાષ્ટ્રથી 3 આરોપીની ધરપકડ કરી હતી.

X
ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો ચીંગુસિંગ સિકલીગર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App