તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RC બુક બનાવતા સ્ટાફનો 5 માસનો પગાર બાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RC બુક બનાવતા સ્ટાફનો 5 માસનો પગાર બાકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરાઆર.ટી.ઓમાં વાહનની આર.સી. બુક બનાવવાની ફરજ બજાવતા અંદાજે 10 જેટલાં કર્મચારીઓનો પગાર છેલ્લા પાંચ મહિનાથી થયો નથી. આર.ટી.ઓ દ્વારા કામ આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. જે કંપની દ્વારા મેન પાવર સપ્લાય કરતી કંપનીને નાણાં ચૂકવાયાં હોવાથી કર્મચારીઓ પગારથી વંચિત રાખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું . અંગે આર.સી બુક માટે કામ કરતા કર્મચારીઓએ આર.ટી.અો અધિકારીની મદદથી ટ્રાન્સપોર્ટ કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.

શહેરના આર.ટી.ઓમાં ટેસ્ટ ટ્રેક, લાઇસન્સ અને આર.સી બુકની કામગીરી સરકાર દ્વારા આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. વિવિધ એજન્સી દ્વારા પોતાના માણસો કામ માટે મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં શૌંખ ટેક્નોલોજી ઇન્ટનેશનલને આર.સી બુકનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં અંદાજે 150 જેટલાં કર્મચારી આર.સી બુકની કામગીરી માટે મૂકવામાં આવ્યા છે. જે માણસો શહેરની કંપની દ્વારા પૂરા પાડવામાં આવે છે. જે કંપનીને શૌંખ કંપની દ્વારા નાણાં નહીં પહોંચાડવામાં આવતાં પગાર થયો નહી હોવાનું કંપનીના કર્મચારી કિશોર આયરેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો