તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ક્રિકેટની રમતમાં પણ કાર્ડ બતાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટની રમતમાં પણ કાર્ડ બતાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રિકેટનાનિયમો બનાવનારી લંડન સ્થિત સંસ્થા મેરીલીબોન ક્રિકેટ કલબ(એમસીસી) દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે જેના પગલે ફૂટબોલની રમતની માફક ક્રિકેટ મેચમાં પણ ખરાબ વર્તન કરનાર ખેલાડીને રેડકાર્ડ બતાવીને પેનલ્ટી કરવામાં આવશે.જેનો અમલ આગામી ઓકટોબર-17થી થશે એમ જાણવા મળે છે સૂત્રોના જણાવ્યા મુજબ આજકાલ ક્રિકેટ મેચમા ખેલાડીઓ ખરાબ વર્તન કરતા થઈ ગયા છે.જેના કારણે નિયમ લાવવામાં આવ્યા છે.ખરાબ વર્તન કરવા બદલ ખેલાડીને પેનલ્ટી બદલ સામેની ટીમને પાંચ રન આપવામાં આવશે. પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ કહે છે કે ક્રિકેટની રમત જેટલી સાદી રહે તેટલુ સારુ રહેશે.કારણકે હવે તો મેચમાં અમ્પાયરો ઉપરાંત મેચ રેફરીઅો પણ હોય છે એટલે ક્રિકેટને ફૂટબોલ બનાવવાની જરુર નથી. અતુલ બેદાડે કહે છેે કે ક્રિકેટની રમતમાં હવે નિયંત્રણો ખૂબ વધી ગયા છે ત્યારે આવા નિયમો ક્રિકેટની રમતમાં વધુ ગુંચવણો પેદા કરશે.હાલના નિયમો પુરતા છે વધુ નિયંત્રણના કારણે રમતને નુકશાન થઈ શકે તેમ છે. જયારે બીસીએની અમ્પાયર કમિટિના ચેરમેન સુહાસ સપ્રેેએ જણાવ્યું હતું કે નવા નિયમોના કારણે લોકલ મેચોમાં સૌથી વધુ ફાયદો થશે.કારણકે લોકલ લેવલની મેચોમાં મોટી મેચો જેટલી વ્યવસ્થા હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો