તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સુજ્ઞેય સ્વામી સાથે યુવતીએ સમાધાન કર્યું હોવાની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજ્ઞેય સ્વામી સાથે યુવતીએ સમાધાન કર્યું હોવાની ચર્ચા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટોરેન્ટોસ્વામીનારાયણ મંદિરના ચકચારી સુજ્ઞેય સ્વામી કેસમાં બંને પક્ષ વચ્ચે હવે સમાધાન થઇ ગયું હોય તેવી વ્યાપક ચર્ચા ચાલી રહી છે. પીડિતાનાં વકીલ સોનલ જોશીએ પણ જણાવ્યું હતું કે કેનેડામાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પીડિતા પોતાને ફોન પર જણાવી રહી છે કે તેના પિતા હાલ બીમાર છે, જેથી વધુ વાત કરી શકીશ નહીં. હવે તેમને મારી મદદની જરૂર લાગતી નથી તેમ તેમણે જણાવ્યું હતું.

કેનેડામાં આવેલા ટોરેન્ટો સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં સુજ્ઞેય સ્વામી વિરુદ્ધ પોતાની ઉપર મંદિરના રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની મૂળ ગુજરાતી યુવતીએ કેનેડા પોલીસ સમક્ષ ફરિયાદ કરતાં ચકચાર મચી ગઇ હતી.

ઘટના બાદ મૂળ સોખડાના સુજ્ઞેય સ્વામી કેનેડા છોડીને ગુજરાતમાં આવી ગયા હતા અને સંસ્થા સાથે છેડો ફાડી નીલકંઠ પટેલ નામ ધારણ કર્યું હતું. દરમિયાન મદદ માટે કેનેડાની યુવતીએ અમદાવાદ સ્થિત એડવોકેટ સોનલ જોશીના માધ્યમથી હરિધામ સોખડા અને સંતો સામે નોટિસ ઇશ્યૂ કરી હતી. પોતાને ન્યાય મળે તેવી વારંવાર પીડિતાએ માંગ કરી હતી.

જો કે સોનલ જોશીએ જણાવ્યું હતું કે હવે બંને પક્ષ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે યુવતી તરફથી જોઇએ તેવો પ્રત્યુત્તર મળતો નથી. પોતાના પિતા હાલ બીમાર હોવાનું જણાવી રહી છે. પીડિતાને ન્યાય મળે તે માટે તેમણે અભિયાન શરૂ કર્યું હતું પણ હવે આખરે સમાધાન કરી લેવાતાં મને લાગે છે કે હવે તેમને મારી મદદની જરૂર નથી તેમ સોનલ જોશીએ જણાવ્યું હતું. તેઓ નિ:સ્વાર્થ ભાવથી ત્રણ મહિનાથી યુવતીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

એડવોકેટ સોનલ જોશીએ તેમ પણ ઉમેર્યું હકું કે, હું ઇમેલથી તે યુવતી સાથે સંપર્કમાં રહીને ફરિયાદ સહિતની તેમણે માહિતી એકત્રિત કરી હતી. કેનેડામાં રહેતી ગુજરાતી પરિવારની યુવતીએ પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી હતી તેથી ેમં તેના સંપર્કમાં રહી તમામ અપડેલ લેતી હતી.

યુવતીના પિતા બીમાર હોવાથી સંપર્ક તૂટ્યો

મારી મદદની જરૂર નથી લાગતી : ધારાશાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો