તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અકોટામાં બિઝનસમેનના બંધ ઘરમાંથી ~ 5.95 લાખની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકોટામાં બિઝનસમેનના બંધ ઘરમાંથી ~ 5.95 લાખની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અકોટા પ્રોડક્ટિવિટી રોડ પરની શ્રીનગર સોસાયટીમાં રહેતા તુષાર સુરેશભાઇ જિનવાલા મકરપુરામાં ફેબ્રિકેશનના બિઝનસમેન છે. તેઓ ગત 17મીએ સાંજે ઘર બંધ કરી રાજસ્થાન ફરવા માટે ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું.

બીજા દિવસે બપોરે તેમના ઘરે માળી પાણી નાખવા માટે આવતાં મકાનના પાછળના ભાગે આવેલી બારીની ગ્રિલ તૂટેલી હતી. તેમણે ચોરી અંગે બિઝનસમેનને જાણ કરતાં તેઓ રવિવારે ઘરે દોડી આવ્યા હતા. મકાનમાં પ્રવેશ કરી ઘરના નીચે તેમજ ઉપરના ભાગે આવેલા રૂમોનાં કબાટમાંથી રોકડા રૂા. 2 લાખ, ચાંદીના વાસણો મળી રૂા. 1.40 લાખ તેમજ સોનાની બંગડી, અછોડો, વીંટી સહિત કુલ રૂા. 5.95 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયાનું જણાયું હતું.

શહેરનાં અકોટામાં શ્રી નગર સોસાયટીનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં.

પોલીસે 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા

ગોત્રી પીઅાઇ કે.પી. જાડેજાએ જણાવ્યું છે કે, તસ્કરોની શોધખોળ માટે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લીધી હતી. ડોગ રસ્તા પર જઇને અટકી ગયો હતો. મકાનની આસપાસમાં 3 થી 4 જગ્યાએ સીસીટીવી કેમરા હોવાથી તેના ફૂટેજ મેળવવાની કવાયત કરી છે. ફૂટેજના નિરીક્ષણ બાદ કેટલા તસ્કર હતા અને કેવી રીતે ચોરી કરી તે સહિતની વિગતો જાણી શકાશે. ટેક્નિકલ ટીમની પણ મદદ લેવામાં આવી છે.

કબાટમાંથી રોકડ રૂપિયા 2 લાખ અને દાગીનાની સાફસૂફી

પરિવાર રાજસ્થાન ફરવા ગયો અને તે દિવસે ચોરી થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો