તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |140 વર્ષ કરતાં પણ જૂનુ બાંધકામ ધરાવતી ઐતિહાસિક તાંબેકરની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |140 વર્ષ કરતાં પણ જૂનુ બાંધકામ ધરાવતી ઐતિહાસિક તાંબેકરની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |140 વર્ષ કરતાં પણ જૂનુ બાંધકામ ધરાવતી ઐતિહાસિક તાંબેકરની હવેલી તરીકે જાણીતા તાંબેકરના વાડાવાળી મિલકત હાલમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના તાબામાં છે. ત્રણ માળની ઐતિહાસિક મિલકત મરાઠા શાસનમાં બંધાઇ હતી અને તે મૂળ બરોડા સ્ટેટના દિવાન ભાઉ તાંબેકરના નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી હતી. તાંબેકરના વાડાના ત્રણ માળમાં 300થી વધુ પેઇન્ટીંગ છે અને તેના બારી બારણા પર પણ કલાત્મક ચિત્રો દર્શાવવામાં આવેલા છે.ઐતિહાસિક મૂલ્ય ધરાવતા તાંબેકરના વાડાની મિલકત રાવપુરા રોડ પર આવેલી છે અને તેની જાળવણી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પૌરાણિક વાડાની આસપાસ ખાનગી મિલકતોના બાંધકામ-સુધારા વધારા થતા હોય છે. તાંબેકરના વાડાની બહારના ભાગમાં ઘણી વખત ગંદકી થતી હોય છે ને તેની મરામત કે જાળવણી યોગ્ય ઢબે થઇ શકતી નથી. એટલુ નહીં, બહારના ભાગે રિપેરીંગ કરવાની જવાબદારી કોની તેનો પણ વિવાદ ઘણી વખત ઉભો થતો હોય છે. જોકે, મ્યુનિસિપલ કમિશનર ડો.વિનોદ રાવે વિવાદનો નિવેડો લાવી દીધો છે અને આર્કિયોલોજી સરવે ઓફ ઇન્ડિયાના તાબા હેઠળના ભાગ સિવાયના ભાગમાં રિપેરીંગ સહિતની કામગીરી પાલિકા દ્વારા કરાવવામાં આવશે તેવો નિર્ણય લીધો છે. જેથી, ટુંક સમયમાં એએસઆઇના તાબા સિવાયના ભાગમાં પાલિકા કામગીરી કરશે.

તાંબેકરના વાડાની બહારના ભાગમાં પાલિકા મરામત કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો