તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિલાબોંગના વાલીઓ ફરી ડીઇઓને આવેદન આપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલાબોંગના વાલીઓ ફરી ડીઇઓને આવેદન આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિલાબોંગઇન્ટનેશનલ સ્કૂલ દ્વારા 10 ટકાની કરાયેલી ફી વધારા સામે વાલીઓની ફરિયાદ બાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ શરૂ થતાં હવે વાલીઓ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને પુન: એકવાર મળીને તપાસ ઝડપી બનાવીને ન્યાય અપાવવાની માંગ કરશે.

શહેરના કલાલી-વડસર રોડ પર આવેલ બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 10 ટકાની કરાયેલી ફી વધારા સામે આજે વાલીઓએ બે દિવસ આંદોલન કર્યા બાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી મહેશ રત્નુને રૂબરૂ મળ્યા હતા. પાંચ વાલીઓના જૂથે લેખિતમાં શાળા વિરુદ્વ આવેદનપત્ર સોંપીને શાળા દ્વારા વિશ્વાસમાં લીધા વગર 10 ટકા ફી વધારો ઝીંકી દેવાયો હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સ્પેકટરને તપાસ સોંપી હતી. જોકે ચાર દિવસ થયા છતાં પણ તપાસ શરૂ થતાં વાલીઓ મૂંઝાયા હતા. વાલીઓએ હવે પુન: 19મીએ શહેર જિલ્લાશિક્ષણાધિકારીને રૂબરૂ મળીને તપાસ વહેલી હાથ ધરાય તેમજ તેમના નિવેદનો પણ નોંધાય તેવી માંગ કરશે. વાલીઓ ખાસ કરીને વાલીઓની મરજી વગર ફી વધારાના સંચાલકોને નોટીસ પાઠવીને બોલાવવાનો પણ આગ્રહ કરશે.

4 દિવસ પહેલાં શહેર ડીઇઓને રજૂઆત કરી હતી

10 ટકા ફી વધારાના મુદ્દે તપાસ ઝડપી બનાવવા માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો