તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કારેલીબાગ પો.સ્ટે.થી સલાટવાડા સુધીની રોડ લાઈન ખુલ્લી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારેલીબાગ પો.સ્ટે.થી સલાટવાડા સુધીની રોડ લાઈન ખુલ્લી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાત્રિબજારથી અક્ષર ચોક સુધીનો 7 કિમીનો રોડ લારીમુક્ત કરાશે

ભૂતકાળમાં નાગરવાડા ઘીકાંટા રોડ અને મચ્છીપીઠ રોડ પરથી ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં હતાં. સંવેદનશીલ વિસ્તારમાં સ્થાન ધરાવતા નાગરવાડાથી સલાટવાડા સુધીના વિસ્તારમાં હાલમાં કોઇ સામાન્ય અકસ્માત થાય તોપણ ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાહન અકસ્માત માટે મુખ્ય કારણ સાંકડો રોડ છે અને રોડલાઇનમાં લારી, ગલ્લા,શે઼ડ,ગેરકાયદે બાંધકામ સહિતનાં દબાણો હોવાનું પ્રાથમિક તારણ સપાટી પર આવ્યું છે.

જેથી, પાલિકાએ અન્ય રોડલાઇનની માફક હવે સલાટવાડા પુલબારી નાકાથી નાગરવાડા ચાર રસ્તા થઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધીના બે કિલોમીટરના વિસ્તારની 18 મીટરની રોડલાઇન ખુલ્લી કરવાની દિશામાં કવાયત હાથ ધરી છે. નિર્ણયના પગલે પાલિકાના સત્તાધીશો દ્વારા બે કિલોમીટરના વિસ્તારની 18 મીટરની રોડલાઇનનો સરવે હાથ ધરી ત્યાં માપણી કરવામાં આવશે. હાલમાં રોડ પર માંડ 9 મીટરથી 12 મીટરનો રોડ છે ત્યારે રોડલાઇનમાં 100 જેટલાં દબાણો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે પણ સચોટ આંકડો સરવે કરાયા બાદ સપાટી પર આવે તેમ છે તેમ પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરના કારેલીબાગ રાત્રિ બજારથી અક્ષરચોક સુધીના સાત કિલોમીટર સુધીના મેઇન રોડને લારી- ગલ્લાનાં દબામાંથી મુક્તિ અપાવવા માટે પાલિકાએ ઝુંબેશ ઉપાડી છે અને તેના પર સતત મોનિટરિંગ કરવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. કારેલીબાગ વુુડા સર્કલ સ્થિત રાત્રિબજારથી ફતેગંજ થઇ શાસ્ત્રી બ્રિજ થઇ જેપી રોડથી અક્ષર ચોક સુધીના સાત કિલોમીટરના મેન રોડ પર એકપણ ખાણીપીણીની લારી ઉભી ના રહે તે માટેનો તખ્તો ગોઠવાઇ ગયો છે. સાત કિલોમીટરના રોડ પર લારીગલ્લા ઉભાં રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

18 મીટરની મેન રોડ લાઇન પર 100 જેટલાં દબાણો હોવાનો પ્રાથમિક અંદાજ

સંવેદનશીલ વિસ્તારનો 2 કિલો મીટર સુધીનો રોડ આવરી લેવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો