તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફી વધારાના મુદ્દે આંદોલન કરતા મધ્યમવર્ગીય વાલીઓની જીત : આજે વાલી સંચાલકોની બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફી વધારાના મુદ્દે આંદોલન કરતા મધ્યમવર્ગીય વાલીઓની જીત : આજે વાલી-સંચાલકોની બેઠક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો પાછો ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

સંચાલકો દ્વારા ફી વધારો પાછો ખેંચવાના નિર્ણયના કારણે વાલીઓને રાહત થઈ છે

આખરે અંબે વિદ્યાલયે ફી વધારો પાછો ખેંચ્યો

વાલીઓએ સહી ઝુંબેશ કરીને નિયમ વિરુદ્ધના ફી વ‌ધારાનો વિરોધ કરવા લડત આપતાં સંચાલકોની પીછેહઠ

વી.આઇ.પી રોડ પર આવેલ અંબે વિદ્યાલયના સંચાલકો દ્વારા 10 ટકા જેટલો ફી વધારો નવા સત્રથી જાહેર કરવાના પગલે મધ્યમવર્ગીય પરિવારો પર મોંઘવારીમાં વધુ અેક ઘા પડ્યો હતો. અંબે વિદ્યાલય દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓમાં જંગી ફી વધારાનો વાલીઓએ વિરોધ નોંધાવી અને પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે મળેલી બેઠક પણ પડી ભાંગી હતી. ત્યાર બાદ અંબે વિદ્યાલયના વાલીઓની એક બેઠક મળી હતી જેમાં વાલીઓએ સહી ઝુંબેશ કરીને એકજૂટ થઇને ફી વધારાના વિરોધમાં લાંબી લડતનાં એંધાણ પણ આપી દીધાં હતાં. જેાકે આજે વાલીઓની લડત સામે અંબે વિદ્યાલયના સંચાલકોને પીછેહઠ કરતાં ફી વધારો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. અંબે વિદ્યાલયના સંચાલકો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી વાલી - મિત્રો ફી વધારાના મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. દર વર્ષની જેમ વર્ષે પણ 10 ટકાથી 12 ટકાનો વધારો કરવામાં આવેલ છે. પરંતુ વધારો વાલી મિત્રોને અનુકૂળ લાગતાં તેઓએ આંદોલનનો માર્ગ અપનાવેલ છે.

બાબતે શાળા સંચાલક મંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણયાનુસાર હાલ પૂરતો ફીમાં કરેલો વધારો સ્થગિત, મોકૂફ રાખવામાં આવે છે.સરકાર રાજ્યની તમામ શાળાઓ માટે વિધેયક લાવવાનું વિચારી રહી છે અને તેની કોઇ જાહેરાત થશે તો તે પ્રેમાણે આગળની કાર્યવાહી થશે. જેથી હાલ પૂરતો ફી વધારો સ્થગિત,મોકૂફ રાખવામાં આવે છે. શાળામાં પરીક્ષા આવતી હાેવાથી વાલીઓ પોતાનાં બાળકોને અભ્યાસ કરાવી શકે તે ધ્યાનમાં રાખી હવે આંદોલનનો કોઇ અવકાશ નથી. જેથી આંદોલન બંધ કરવા નમ્ર વિનંતી છે. વાલીઓ સોમવારે બપોરે 12 વાગ્યે સંચાલકો સાથે બેઠક કરીને ફી ઘટાડાની લેખિતમાં બાંયધરી માંગશે અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરશે.

તા. 17 માર્ચે 2017નો અહેવાલ

તા. 16 માર્ચ 2017નો અહેવાલ

^હાલ પૂરતો ફી વધારો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી તેમના શિક્ષણ પર અસર ના થાય અને વાલીમિત્રોની લાગણીઓને માન આપીને નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીમંડળ સાથે આવતીકાલે બેઠક કરી તમામ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવશે. > સૂર્યકાન્તશાહ, સંચાલક,અંબેવિદ્યાલય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો