અંકલેશ્વરના જુગારનો રેલો આર.આર. સેલ સુધી પહોંચ્યો

કોન્સ્ટેબલ યાકુબ પટેલને પરત ભરૂચ મોકલાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
અંકલેશ્વરના જુગારનો રેલો આર.આર. સેલ સુધી પહોંચ્યો
અંકલેશ્વરના ભાદી ગામે સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડામાં રૂા. 25.52 લાખના મુદ્દામાલ સાથે 19 જુગારી ઝડપાતા ડીએસપીએ રૂરલ પીઆઇ સહિત 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં. આ જુગારનો રેલો આઇજી અભય ચૂડાસમાના આરઆર સેલ સુધી પહોંચ્યો હતો. આરઆર સેલના કોન્સ્ટેબલ યાકુબ પટેલને બુધવારે ડેપ્યુટેશન પરથી પરત ભરૂચ મોકલી દેવાયો છે. યાકુબ અગાઉ ઓઇલ પંકચરના કારોબારમાં પણ પકડાયો હતો.

અંકલેશ્વરના ભાદી ગામે ખેતરમાં મંડપ બાંધીને જુગાર રમાડા શૌકત ભાદીકર અને સુરતના જુગારધામ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડો પાડી 19 જુગારીઓને ઝડપી પાડી રૂા. 25.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસની નિષ્કાળજીના પગલે ડીએસપી રાજેન્દ્ર ચુડાસમાએ પીઆઇ વડુકર, પીઅેસઆઇ દેસલે સહિત 9 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતાં.

આ સંદર્ભે પીએસઆઇ અેચ.પી.ઝાલાને પૂછતા તેમણે અત્યાર સુધી યાકુબની જુગાર કેસમાં કોઇ સીધી સંડોવણી ધ્યાને આવી નથી પરંતુ અંકલેશ્વરમાં કેસ થયો છે તેના સંદર્ભે ભરૂચના માણસ યાકુબને આર.આર.સેલમાંથી છૂટા કર્યા છે.

X
અંકલેશ્વરના જુગારનો રેલો આર.આર. સેલ સુધી પહોંચ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App