તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનસુખનો લાંચ વડોદરામાં, ઇડીનો કેસ અમદાવાદમાં ચાલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખનો લાંચ વડોદરામાં, ઇડીનો કેસ અમદાવાદમાં ચાલશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા|સુમનદીપ યુનિ.ના વડા મનસુખ શાહ વીસ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાઈ જતાં તેમની સામે કાર્યવાહી એસીબીએ શરૂ કરી છે અને તે સંબંંધમાં તપાસ હાથ ધરવામાં આવી છે.એસીબીની તપાસ એસીબી કરશે અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કરેલા કેસની કાર્યવાહી અમદાવાદમાં ચાલશે એમ જાણવા મળે છે.એવી ચર્ચા પણ ચાલે છે કે ઈડી કેસમાં મનસુખ શાહની ધરપકડ કરશે અને તેનો કબજો મેળવશે.આ ઉપરાંત મનસુખ શાહ અને ટેલરની જામીન અરજીની સુનાવણી મંગળવારે થશે.

ગત ફેબ્રુઆરી માસમાં વીસ લાખની લાંચ લેતાં મનસુખ શાહની રુશવત વિરોધી શાખાના અધિકારીઓએ રંગેહાથ ધરપકડ કરી હતી.તેમની સાથે તેમના સાગરીતો અશોક ટેલર અને ભરત સાવંતની પણ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ એસીબીએ તલસ્પર્શી તપાસ હાથ ધરી અનેક મિલકતો જપ્ત કરી હતી અને તેની સામે કાર્યવાહી પણ કરી હતી.એસીબીએ મનસુખ શાહના રિમાન્ડ મેળવ્યા હતા. તે દરમીયાન એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ તપાસ હાથ ધરી હતી. અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે એસીબી પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્યવાહી કરી રહી છે ત્યારે એસીબીએ કરેલા કેસની કાર્યવાહી વડોદરામાં ચાલશે જ્યારે ઈડીના કેસની તપાસ અને કાર્યવાહી અમદાવાદમાં ચાલશે એમ જાણવા મળે છે. એસીબીએ કરેલી તપાસની જેમ ઈડીની તપાસમાં પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.

મનસુખ શાહના કેસમાં તેની મિલકતો અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી.મનસુખ સામેની કાર્યવાહીમાં તેમની સંસ્થાના કેટલાક કર્મીઓએ પણ ઝંપલાવતાં અને આરોપો મૂકતાં વિવાદ વધુ વકર્યો છે.

અદાલતી સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે મનસુખ શાહ અને તેના સાગરીત અશોક ટેલરની જામીન અરજીની સુનાવણી રાખવામાં આવી છે.

ઇડી તપાસ માટે મનસુખ શાહનો કબજો મેળવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો