તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સવારે િપતાના અંતિમ સંસ્કાર કરી પુત્રે બપોરે પરીક્ષા આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવારે િપતાના અંતિમ સંસ્કાર કરી પુત્રે બપોરે પરીક્ષા આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધો.12 સાયન્સના વિદ્યાર્થી અભિષેક ભટ્ટના પિતા પ્રવીણભાઇ ભટ્ટ રવિવારે સાંજે વાગ્યાના અરસામાં આરએસએસની મીટિંગ પતાવીને પરત આવતા હતા. સોસાયટીના નાકે હૃદયમાં પીડા ઉપડતાં સમતુલન ગુમાવતાં જમીન પર પટકાતાં ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાની સોસાયટીના રહીશોએ તરત ઘરમાં બેસીને અભ્યાસ કરતાં પુત્ર અભિષેકને જાણ કરતાં તે તરત ઇજાગ્રસ્ત બનેલા પિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ઘટના વખતે ઘરમાં અભિષેક સિવાય કોઇ નહોતું. રહીશોએે અભિષેકની માતા તથા મોટી બહેન શ્રદ્વાને ફોન કરીને જાણ કરતાં તેઓ દોડી આવ્યાં હતાં. દરમિયાનમાં બહેન અને માતાએ તરત અભિષેકને પરીક્ષાની તૈયારી કરવા માટે પુન: ઘરે મોકલી આપ્યો હતો. મોડી રાતે સારવાર વચ્ચે પિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ કઠણ કાળજું રાખીને અભિષેકે માતા તથા બે મોટી બહેનો જિજ્ઞા અને શ્રદ્વાને આશ્વાસન-દિલાસોજી આપીને હિંમત આપી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો