તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સર્ચ ઓપરેશનમાં 13.40 લાખની અસ્કયામત મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્ચ ઓપરેશનમાં 13.40 લાખની અસ્કયામત મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે રાતના બનેલો ઘટના ક્રમ

દાહોદ. દાહોદ શહેરમાં એસીબીએ ઇન્કમ ટેક્સ ઓફીસમાં છાપો મારતાં ઇન્કમટેક્સ ઓફીસર દીનેશ મીના અને તેમનો અન્ય એક મળતિયો લાંચના આઠ લાખ રૂપિયા લઇને રવીવારની સાંજે ફરાર થઇ ગયા હતાં. ઘટના અંગે દાહોદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડની એક ટીમ એસીબી ઓફીસે રાત્રે દોડી આવી હતી. મોટી રેડ હોવાને કારણે સાથે વડોદરા, મહિસાગર અને પંચમહાલથી એસીબીની અન્ય ટીમો પણ રાતોરાત દાહોદ આવી ગઇ હતી. રાતના ીનેશ મીનાના ઘર અને ઇન્કમટેક્સ ઓફીસે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. એસીબી પી.આઇ એમ.જે ડામોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યા બાદ એસીબી કર્મચારીઓની કાર્યવાહી આખી રાત ચાલી હતી.

મહેશભાઇ અને રમણભાઇ આઠ લાખ રૂપિયા લઇને ઇન્કમટેક્સ ઓફીસર દીનેશ મીનાની ઓફીસમાં જતાં ત્યાં તેમની સાથે અન્ય એક યુવક હાજર હતો. સીએ ભરત અગ્રવાલ પાછળથી આવ્યા હતાં. તે ઓફીસનો પટાવાળો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી છે. કોઇ શંકા જતાં દીનેશ મીના પોતાની ઓફીસમાંથી નીકળી છેક નીચે સુધી લટાર મારી આવ્યા હતાં. ત્યાર બાદ પરત આવીને જવાની ઉતાવળ કરવા સાથે મીના સાથેના યુવકે રૂપિયા લઇ લીધા હતાં. ઓફીસથી બધા બહાર નીકળતાં તાળુ પણ મારી દેવાયું હતું. વખતે એસીબીએ દરોડો પાડ્યો હતો પરંતુ મીના અને તેની સાથેનો યુવક રૂપિયા લઇને ફરાર થઇ ગયા હતાં. જ્યારે ભરત અગ્રવાલને ઝડપી લેવામાં આવ્યા હતાં.

CA ભરત અગ્રવાલ

દાહોદ શહેરમાં એસીબીએ ઇન્કમટેકસ ઓફિસર મીનાના ઘરે સર્ચ પોલીસના કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કામગીરી વેળા મીનાના ઘરના દરવાજે અને તેમની ઓફિસમાં તાળું લટકતું હતું.

24 કલાક બાદ પણ ફરાર ઇન્કમ ટેક્સ ઓફિસરનો કોઇ પત્તો નહીં : વડોદરા, મહિસાગરથી પણ ટીમો આવી

દાહોદ શહેરમાં એસીબીના ઇન્કમ ટેકસ ઓફિસરના ઘર જ્યારે સીએના ઘર અને ઓફિસમાં છાપા

ઇન્કમ ટેક્સ ઓફીસર દીનેશ મીના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત અગ્રવાલ અને અજાણ્યા વ્યક્તિ સામે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7,8,12,13(1),(ઘ),13(2) મુજબનો ગુનો 2/2017 નંબરથી દાખલ કરવામાં આવ્યો હતો.

કઇ કલમ હેઠળ ગુનો દાખલ

રવિવારે ઓફિસમાં રજા હોય છે ત્યારે તા.19મીએ રવીવાર હોવા છતાં ઇન્કમટેક્સ ઓફીસ ખોલવામાં આવી હતી. ઓફીસમાં ઇન્કમટેક્સ અધિકારીની ઓફીસમાં લાંચ સ્વિકારાઇ હતી. ત્યારે રવિવારે માત્ર લાંચ સ્વીકારવા માટે ઓફિસ ખોલાઇ હતી કે અન્ય કોઇ કારણોસર તે પણ તપાસનો વિષય છે.

રવિવારે ઓફિસ કેમ ખોલી

9 માર્ચના લીમડીમાં મહેશભાઇ મોરીના પેટ્રોલ પંપ ઉપર છાપો મારીને જમીનના 10 દસ્તાવેજ કબજે લીધા હતાં. દીનેશભાઇએ પેટ્રોલ પંપના સર્વેમાં કંઇ મળ્યું નથી, બરોબર નથી અને આઇટી રિર્ટન ભરવાનું થશે ત્યારે રૂપિયા ભરી દઇશ તેવી દલીલ કરી હતી. ત્યારે દીનેશ મીણાએ દાહોદના ભરત અગ્રવાલને સી.એ તરીકે રાખવાનો આગ્રહ કર્યો હતો.

દિનેશે ભરતને CA તરીકે રાખવાનો આગ્રહ કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો