તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કાસમહાલા કબ્રસ્તાન પાસે 7 જુગારી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાસમહાલા કબ્રસ્તાન પાસે 7 જુગારી ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકારેલીબાગ કાસમહાલા મસ્જિદ પાછળ આવેલા મકાનની અગાસી પર જુગાર રમી રહેલા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પણ નજીકમાંથી જુગાર રમતા ઝડપી લેવાયા હતા.

કારેલીબાગ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાસમહાલા મસ્જિદ પાછળ આવેલી રહેમત મંઝિલની અગાસી પર જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડામાં જુગાર રમી રહેલાં સીદીક ઇબ્રાહિમ હડબ, ફિરોજ અહેમદખાન પઠાણ, નાદીર અલીમિયા હાલા તથા ઇકબાલહુસેન ગુલામહુસેન સિન્ધીને ઝડપી લઇ મોબાઇલ મળીને 15,950 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે મહંમદ ઉર્ફે ભોલુ ગુલાલહુસેન સિન્ધી નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો.બીજી તરફ સ્થળે જુગાર રમી રહેલા દિવ્યકાંત જગદીશ સોલંકી અને મિતેશ મણિલાલ સોલંકી તથા મહેશ કેશવલાલ મકવાણા જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમની પાસેથી 22140 રૂપિયા રોકડા કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો