તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભૂતકાળમાં હરજાણીનો સાગરીત રહી ચૂકયો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂતકાળમાં હરજાણીનો સાગરીત રહી ચૂકયો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધર્મેન્દ્ર ઉર્ફ ભૂરા ચૌધરીની વિદેશી દારૂ સાથે ધરપકડ

પોલીસે ઘરે દરોડો પાડતા દારૂની 41 બોટલો મળી

શહેર પોલીસ કમિશનર મનોજ શશીધરે અસામાજિક પ્રવૃત્તિઓ અને તત્ત્વોને જેર કરવા માટે શહેર પોલીસ તંત્રને કડક તાકીદ કરી છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.વ્યાસ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રવિવારે પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળી હતી કે ધર્મેન્દ્ર ઉર્ફ ભૂરો તોતારામ ચૌધરીએ (રહે.શિવમપાર્ક સોસાયટી,ખોડિયારનગર)એ તેના ઘેર વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે અને ત્યાંથી વેચાણ કરે છે.

એસઓજીએ રવિવારે દરોડો પાડી ધર્મેન્દ્ર ચૌધરીને ઝડપી પાડ્યો હતો.એસઓજી ટીમે તેના ઘરમાંથી વિદેશી દારૂની 41 બોટલાે સહિત કુલ રૂ.16,400નો જથ્થો જપ્ત કર્યો હતો.એસઓજી ટીમે ચૌધરીને મુદ્દામાલ સાથે પકડી હરણી પોલીસને સોંપી દીધો હતો.હરણી પોલીસે તેના રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યો હતો પરંતુ કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરી તેને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. એસઓજી ટીમના હાથે ઝડપાયેલ ધર્મેન્દ્ર ઉર્ફ ભૂરા ચૌધરીએ એવી કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો